વલસાડ : શહેરના ધરમપુર નજીક આવેલી એક હોટલમાં મહિલાને માર મારી, નિવસ્ત્ર કરી, વીડિયો વાયરલ કરવાના કેસમાં વલસાડ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. વલસાડ અને ધરમપુર તાલુકાની વચ્ચે આવેલ વાંકલ ગામ નજીકની જાનકી હોટલમાં એક પરણિત પુરુષ અને એક મહિલા હોટલના રોમમાં રોકાયા હતા. આ વાતની જાણ પુરુષના પરિવારજનોને થતા, પુરુષની પત્ની અને તેના પરિવારજનોએ હોટલ ઉપર આવી પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેલૈયા માટે હવામાન વિભાગે આપ્યા ખુબ જ ખરાબ સમાચાર, Surat માં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ

પ્રેમમાં મગ્ન પતિ અને તેની પ્રેમિકાને રંગે હાથે ઝડપી પાડયા હતા. અને પતિની પ્રેમિકાને ઢોર માર મારી નિવસ્ત્ર હાલતમાં હોટલના રૂમમાંથી બહાર ખેંચી કાઢી હતી. હોટલની બહાર જાહેર રસ્તા ઉપર મૂકી દીધી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો દસ દિવસ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સાયબર ક્રાઇમ પોલીસ મથકે છ ઓક્ટોબરના રોજ પ્રેમિકાએ પહોંચી વીડિયો વાયરલ કરનાર, ઢોરમાર મારનાર ઈસમો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં વીડિયો વાયરલ કરવા અને મહિલાની બદનામી કરવા બદલ, વલસાડ સાયબર ક્રાઇમની ટીમે બે મહિલા સહિત પાંચ ઇસમોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.


GUJARAT CORONA UPDATE: નવા 19 કેસ, 22 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


પકડાયેલ આરોપીઓના નામ...
(૧) કમલેશભાઇ જગાભાઇ પટેલ રહે પટેલ ફળીયું ગામ બરૂમાળ તા.ઘરમપુર જી.વલસાડ
(૨) કરશનભાઇ બાવનભાઇ ગામતા રહે . ગુરૂધામ ફળીયુ ગામ બરૂમાળ તા.ધરમપુર જી . વલસાડ
(3) મયંકભાઇ કમલેશભાઇ પટેલ રહે પટેલ ફળીયું ગામ બરૂમાળ તા.ઘરમપુર જી.વલસાડ
(૪) રાધાબેન રીતેશભાઇ સંજીભાઇ ધો.પટેલ રહે . ગામ ઓઝર પાડા મંદીર ફળીયુ તા.ધરમપુર જી.વલસાડ
(૫) સોનલબેન કરશનભાઇ બાવનભાઇ પટેલ રહે . ગામ બરૂમાળ સદગ્રુધામ ફળીયા તા ધરમપુર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube