ચેતન પટેલ/સુરત: નવી સીવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા ચોરી થયેલ 25 દિવસની બાળકીને ક્રાઇમબ્રાંચે શોધી કાઢી હતી. સાથોસાથે બાળકીની ચોરી કરનાર મહિલા તથા તેના પતિને પણ પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. મહિલાને સંતાન ન હોવાના કારણે તેને બાળકીની ચોરી કરી હોવાની કેફીયત પોલીસ સમક્ષ વર્ણવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડોદરા ખાતે રહેતા મનોજ ગોસ્વામીની પત્ની કેતકી પોતાની 25 દિવસની બાળકીને લઇ જેઠ જેઠાણી સાથે નવી સીવિલ હોસ્પિટલમા આવી હતી. જ્યા કેતકી પોતાની જેઠાણી સાથે ગાયનેકવોર્ડમા ગઇ હતી. જ્યારે બાળકીને તેના જેઠ કપૂરચંદ્રને સોપી ગઇ હતી. દરમિયાન બાળકી રડી રહી હતી. જ્યા એક મહિલા બાળકીને છાની કરાવવાના બહાને પોતાની પાસે લીધી હતી અને બાદમા તે ત્યાંથી નજર ચુકવી બાળકીને લઇ ભાગી છુટી હતી. 


આ બનાવને લઇને ઉપરી અધિકારીનો કાફલો દોડતો થયો હતો. પોલીસની ટીમે મહિલાને લઇ ગયેલો રિક્ષા ચાલકને શોધી તેની પુછપરછ કરી હતી. જેમા મહિલા ડીંડોલી વિસ્તારમા ઉતરી હોવાનુ બહાર આવ્યુ હતુ. જેથી ક્રાઇમબ્રાચ, પીસીબી, એસઓજી સહિતના 100થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા ડિંડોલી વિસ્તારના ઘરોમા સર્ચ કરવામા આવ્યુ હતુ. દરમિયાન ક્રાઇમબ્રાંચે ડિંડોલીના એક ઘરમાથી બાળકીને શોધી કાઢવામા સફળતા મેળવી હતી. પોલીસે બાળકીની ચોરી કરનાર પુજા પાટિલ તથા તેના પતિ દિપકને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.


લોકસભા ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું, પાટણમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ


પોલીસ પુછપરછમા કેતકીએ જણાવ્યુ હતુ કે, પોતાને કોઇ સંતાન ન હતુ. અગાઉ સંતાન ન હોવાના કારણે તેના લગ્ન તુટી ગયા હતા. જ્યારે આ બીજા લગ્ન પણ ન તુટે તેની બીકને લઇને બાળકીની ચોરી કરી હતી. હાલ ક્રાઇમબ્રાંચે પતિ-પત્નિની ધરપકડ કરી કોર્ટમા રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી હતી.