ઉદય રંજન/અમદાવાદ : વેજલપુરમાં કેરળની મહિલાએ ગેંગ રેપની ફરિયાદ નોંધાવી છે. પતિએ ફેકટરીના માલિક અને તેના મિત્રો સાથે મળીને ગેંગ રેપ કર્યો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. વેજલપુર પોલીસે 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે. વેજલપુરમા પરિણીતાએ ગેંગ રેપની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. કેરળની આ મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેના પતિએ અમદાવાદના ફેકટરી માલિક અને તેના મિત્રો સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD માં બેઠો હતો આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ, ફિલ્મોને ટક્કર મારે તેવું જીવન


2013 થી 2019 દરમિયાન સતત દુષ્કર્મનો ભોગ બનેલી આ મહિલા 2020 માં પતિના પર્સમાંથી પૈસા કાઢીને કેરળ નાસી છુટી હતી. કેરળમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ હતી. આ ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે, તેના પતિએ ફેકટરી માલિક હરિ નાયર તેના મિત્ર જય ચન્દ્રા સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું. નવા મણિનગર, વેજલપુર અને થલતેજમાં જુદા જુદા મકાન ભાડે રાખીને શોષણ કરતા હતા. આ મહિલાને નજર કેદ રાખીને બંધક બનાવીને રાખતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મહિલા ન્યાય મેળવવા વેજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી છે.


ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે વિનીત કોઠારીની જાહેરાત, ટેક્ષ ક્ષેત્રે આજે પણ વિશ્વમાં વાગે છે ડંકો


તપાસમાં સામે આવ્યું કે, મહિલા અને તેનો પતિ મૂળ કેરળમાં રહેતા હતા. ફેકટરી મલિક હરિ નાયર પણ કેરળનો રહેવાસી છે. જેથી હરિ નાયરે 2011 માં મહિલાના પતિને અમદાવાદ નોકરીની ઓફર આપીને બોલાવ્યો હતો. ત્યાર બાદ 2013 ના વર્ષમાં હરિ નાયર પડોશમાં રહેતી મહિલા રમા ઉદયનના ઘરે આવ્યો હતો. ત્યારે પીડિત મહિલાના પતિએ મદદ કરવાના નામે ત્યાં મોકલી. રમાએ ફેકટરી મલિક સાથે સંબંધ રાખવાની વાત કરી હતી. જો કે તેણે ઇન્કાર કરતા હરિ અને જય ચન્દ્રાએ દુષ્કર્મ આચર્યું હતું. આ મુદ્દે પતિને જાણ કરી હોવા છતાં તેને મદદ કરવાંના બદલે આરોપીઓ સાથે મળીને શોષણ શરૂ કર્યું હોવનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે. આ ફરિયાદને લઈને વેજલપુર પોલીસે મહિલા સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 


છોટા હાથીમાં ચોર ખાનુ બનાવી દારૂ હેરાફેરીનો પર્દાફાશ, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડ્યાં


કેરળની મહિલાએ કરેલી ગેંગ રેપની ફરિયાદને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાનો પતિ અને રમા તેમજ જય ચન્દ્રા કેરળ હોવાનું ખુલ્યું છે. જ્યારે ફેકટરી માલિક હરી ખેડામાં હોવાનું તપાસમાં ખુલ્યું છે. હરીના રાજકીય વગ ધરાવતો હોવાનો આરોપ પણ મહિલાએ કર્યો છે. જેથી પોલીસે ગેંગ રેપની ફરિયાદને લઈને આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube