ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર: સંઘાણીએ કહ્યું આ તો માત્ર ટ્રેલર છે ખાતરના 1700 ચુકવવા તૈયાર રહો
અમદાવાદ : ગુજરાતભરના ખેડૂતો પહેલાથી જ લીલાદુષ્કાળના કારણે પરેશાન છે. તેવામાં ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ થઇ છે. સરકારે ખેડૂતોના રાસાયણીક ખાતરમાં ભાવ વધારાની જાહેરાત કરી છે. ખાતરની કિંમત પર 265 રૂપિયાનો વધારો કર્યો છે. હવે ખેડૂતોએ ખાતર માટે 1450 રૂપિયા ચુકવવા પડશે. જો કે આ ખાતર અગાઉ 1170 રૂપિયામાં મળતું હતું. જેના માટે હવે 1450 રૂપિયા ચુકવવા પડશે.
અમદાવાદ : અમદાવાદ : ગુજરાતભરના ખેડૂતો પહેલાથી જ લીલાદુષ્કાળના કારણે પરેશાન છે. તેવામાં ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ થઇ છે. સરકારે ખેડૂતોના રાસાયણીક ખાતરમાં ભાવ વધારાની જાહેરાત કરી છે. ખાતરની કિંમત પર 265 રૂપિયાનો વધારો કર્યો છે. હવે ખેડૂતોએ ખાતર માટે 1450 રૂપિયા ચુકવવા પડશે. જો કે આ ખાતર અગાઉ 1170 રૂપિયામાં મળતું હતું. જેના માટે હવે 1450 રૂપિયા ચુકવવા પડશે.
AHMEDABAD: દાહોદથી આવીને મોટેભાગે મંદિરોને જ ટાર્ગેટ કરતી ગેંગને ઝડપી લેવાઇ
ગુજરાતના ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર સામે આવ્યા છે. સમગ્ર દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO એ ભાવ વધારો ઝીંક્યો છે. ખાતરની પ્રતિ બેગ 265 નો ધરખમ વધારો કર્યો છે. આ અગાઉ પ્રતિ બેગ IFFCO NPK 10/26/26 નો ભાવ 1175 રૂપિયા હતો. જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો, જેમાં 265 રૂપિયા નો વધારો ઝીંકવામાં આવ્યો છે. એજ રીતે IFFCO નપક 12/32/16 નો ભાવ અગાઉ 1185 રૂપિયા હતો જેનો વધી 1450 રૂપિયા થયો છે. જેમાં પણ 265 રૂપિયા નો વધારો થયો છે. ખેડૂતો આગેવાનો એ આ ભાવ વધારો નો વિરોધ કર્યો છે. ખેડૂતોના હિતને ધ્યાને રાખીને સત્વરે ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે. કેન્દ્ર સરકાર સબસીડી વધારે તેવી માંગ કરી છે.
દિવાળી પહેલા ગુજરાતના ખેડૂતોને મળ્યો મોટો ઝટકો, IFFCO એ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો
જો કે આ અંગે ZEE 24 કલાક સાથે વાત કરતા સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા ભાજપના નેતા દિલીપ સંઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. આગામી સમયમાં ખાતરનો ભાવ 1700 સુધી ચુકવવો પડશે તેવું જણાવ્યું હતું. સરકારે 1200ની જગ્યાએ 1800 રૂપિયા સબસીડી કરી છે. આંતરાષ્ટ્રીય ભાવ વધારાના કારણે ભાવ વધ્યા છે. હજી પણ ખેડૂતોએ ખાતરના ભાવ વધારા માટે તૈયાર રહેવું જોઇએ. અત્રે નોંધનીય છે કે, સંઘાણીનું આ નિવેદન ખુબ જ સુચક છે. સંઘાણીએ કહ્યું કે, ગત્ત વર્ષે જ્યારે ભાવ વધારો આવ્યો ત્યારે અમે ઇફ્કોના માધ્યમથી ગુજકોમાસોલના માધ્યમથી કહેલું કે કોઇ ભાવ વધારો આવશે નહી. ત્યારે માંગ હતી યુરિયાની. જે યુરિયા 265 રૂપિયામાં આવતું હતું તેના 1800 થઇ ગયા હતા. આ બધા ભાવો જાહેર થઇ ગયા હતા. કેટલીક પ્રાઇવેટ કંપનીઓ 1800 રૂપિયે વેચતી હતી. ત્યારે પણ આ અંગે વાત કરી હતી. PM નું ધ્યાન દોરતા તેમણે પણ ભાવ વધારો નહી થાય તેવું જણાવ્યું હતું. અનેક પ્રાઇવેટ કંપનીઓ 1700 રૂપિયામાં વેચતી હતી. જ્યારે ઇફ્કોએ 1150 રૂપિયા જ ભાવ યથાવત્ત રાખ્યો તો. ગઇકાલે મનસુખ માંડવીયા મંત્રી સાથેની મિટિંગમાં 1700 રૂપિયે વેચાતુ એનપીકેના ભાવ 1450 થી વધારે લેવું નહી. ઇફ્કો હજી પણ સામાન્ય નજીવો જ વધારો કર્યો છે.