દિવાળી પહેલા ગુજરાતના ખેડૂતોને મળ્યો મોટો ઝટકો, IFFCO એ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો
દિવાળી પહેલા જ ગુજરાતના ખેડૂતો (gujarat farmers) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રવી પાક પહેલા ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે. ખાતરના ભાવ (pesticide price) માં 265 રૂપિયાનો વધારો થયો છે. NPK ખાતરના રૂ.1170 થી વધીને 1450 થયા છે. ગત વર્ષે કરેલો ભાવ વધારો હવે લાગુ થયો છે. તો બીજી તરફ, ઇફ્કો નુકશાન ખાઇને ખાતર આપતું હોવાનો દિલીપ સંઘાણી (Dileep Sanghani) એ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 1700 રૂપિયા ગત વર્ષે જ ભાવ કર્યો હતો.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :દિવાળી પહેલા જ ગુજરાતના ખેડૂતો (gujarat farmers) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રવી પાક પહેલા ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે. ખાતરના ભાવ (pesticide price) માં 265 રૂપિયાનો વધારો થયો છે. NPK ખાતરના રૂ.1170 થી વધીને 1450 થયા છે. ગત વર્ષે કરેલો ભાવ વધારો હવે લાગુ થયો છે. તો બીજી તરફ, ઇફ્કો નુકશાન ખાઇને ખાતર આપતું હોવાનો દિલીપ સંઘાણી (Dileep Sanghani) એ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 1700 રૂપિયા ગત વર્ષે જ ભાવ કર્યો હતો.
પેટ્રોલ-ડીઝલના રોજે રોજ વધતા ભાવના કારણે ખેડૂતો પહેલેથી જ પરેશાન છે. દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO એ ભાવ વધારો (fertilizer price) કર્યો છે. ત્યારે આજે અચાનક ખાતરમાં IFFCO એ ધરખમ ભાવ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજરાતના ખેડૂતો પર સૌથી મોટો બોજો ઝીંકાયો છે. ઇફ્કો કંપનીએ રાસાયણિક ખાતરમાં તોતિગ ભાવ વધારો કર્યો છે.
- NKP ખાતરના રૂ. 1185 જે વધારીને રૂપિયા 1440 થયા. એટલે કે પ્રતિ બેગે રૂપિયા 255 નો ભાવ વધારો
- NPK 12:32:16 માં રૂપિયા 1185 ના બદલે હવે રૂપિયા 1450 થયા. એટલે કે રૂ 265 નો પ્રતિ બેગે વધારો થયો
- મહાધન 10:26:26 ના ભાવ રૂપિયા 1295 હતા, જે વધારીને રૂપિયા 1750 કર્યા. એટલે કે રૂપિયા 455 નો વધારો
- મહાધન 12:32:16 નો જૂનો ભાવ રૂ 1300 હતો, જે વધારીને રૂ 1800 કરાયો. 500 રૂપિયાનો વધારો
- સલ્ફેટમાં જૂનો ભાવ રૂપિયા 656 હતો, જે વધારીને રૂ 775 કરાયો. એટલે કે રૂ 119 નો વધારો કર્યો..
- પોટાશમાં રૂ 975 બેગનો ભાવ હતો, જે વધારીને રૂ 1040 કરાયો. રૂ 65 નો વધારો કર્યો
ખાતરમાં કરાયેલા ભાવ વધારા મામલે દિલીપ સંઘાણી (Dileep Sanghani) એ કહ્યું કે, ‘ગત વર્ષે રૂપિયા 1700 નો ભાવ વધારો હતો, પણ લાગુ કરાયો ન હતો. રૂપિયા 1700 નો ભાવ વધારો ગઈકાલે મળેલી બેઠકમાં ઘટાડી રૂ 1450 કરાયો છે. ગત વર્ષે ખોટ ખાઈને પણ ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો.’ જોકે, તેમના આ નિવેદનથી ખાતરનો ભાવ વધ્યો છે કે ઘટ્યો છે તે મામલે અસંમજસ છે.
આ પણ વાંચો : રાજકોટ : યુવકે કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું, ‘મેં મારી પત્નીની હત્યા કરી છે, ક્યાં હાજર થાઉં?’
ખેડૂતોનો આક્રોશ, હવે ખાતરનો ભાવ વધારો ખેતી છોડાવશે
ખાતરમાં થયેલા ભાવ વધારાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ખેડૂતોએ આક્રોશ સાથે કહ્યું કે, પહેલાથી ખાતરનો ભાવ વધારે હતો. એક બાજુ મોંઘું ડીઝલ, મોંઘા બિયારણ હોવાથી અમે પહેલેથી જ નુકશાન કરીને ખેતી રહ્યા છીએ અને તેની સામે પોષણસમ ભાવ તો મળતાં જ નથી. આવામાં હવે ખાતરમાં ધરખમ ભાવ વધારો કરી દેતા અમારે ખેતી કઈ રીતે કરવી. એક તો પાણીની મુશ્કેલી પહેલેથી જ હતી, હવે ખાતરનો ભાવ વધારો ખેતી છોડાવશે. જો ખાતરનો ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો ખેડૂત પાયમાલ બની જશે અને ખેતી કરશે નહિ. જેથી તાત્કાલિક ખાતરના વધેલા ભાવ પાછા ખેંચી ખેડૂતોને સબસીડી આપવી જોઈએ.
ખેડૂતો આગેવાનોએ આ ભાવ વધારોનો વિરોધ કર્યો છે. ખેડૂતોના હિતના સત્વરે ભાવ વધારો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ કેન્દ્ર સરકાર સબસીડી વધારે તેવુ ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે