ભાવનગર: ત્રીજી પત્નીની હત્યા કરી લાશ એક્ટિવામાં આગળ બેસાડીને નિકળ્યો યુવક અને...
જિલ્લાના પાલીતાણા માં એક યુવાને પત્નીની બેરહેમીપૂર્વક હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. રોજેરોજના ઝઘડાથી કંટાળી યુવાને પત્નીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે મૃત પત્નીની લાશને રફેદફે કરવા એકટીવા બાઈક પર જઈ રહેલા યુવાનને લોકોએ ઝડપી પોલીસ હવાલે કરી દીધો હતો. હાલ તો પોલીસે યુવાનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર : જિલ્લાના પાલીતાણા માં એક યુવાને પત્નીની બેરહેમીપૂર્વક હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. રોજેરોજના ઝઘડાથી કંટાળી યુવાને પત્નીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે મૃત પત્નીની લાશને રફેદફે કરવા એકટીવા બાઈક પર જઈ રહેલા યુવાનને લોકોએ ઝડપી પોલીસ હવાલે કરી દીધો હતો. હાલ તો પોલીસે યુવાનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં ધોળા દિવસે ફાયરિંગ કરવા બદલ 5ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર
પાલીતાણાના સિંધી કેમ્પમાં રહેતા અને ગેસ એજન્સીમાં ગેસના સિલિન્ડર વિતરણની કામગીરી કરતા અમિત મથુરભાઈ હેમનાણીના લગ્ન વેરાવળના નૈનાબેન સાથે થયા હતા. અમિતના આ ત્રીજા લગ્ન હોવાનું જાણવા મળી રહ્યું છે. અમિત હેમનાણીના પિતા મથુરભાઈ હેમનાણી કરિયાણાની દુકાન ધરાવે છે. અમિતને તેની પત્ની નૈના સાથે વારંવાર ઘરેલુ ઝઘડાઓ થતા હતા. જેથી કંટાળી જઈને અમિતે પત્ની નૈનાને દુપટ્ટા વડે ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ગુજરાત: કાલે 8 બેઠકો પર પેટાચૂંટણી સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી 18 લાખથી વધુ લોકો કરશે મતદાન
પત્નીની હત્યા કરી તેની લાશને રફેદફે કરવા માટે તેણે પોતાની પત્નીની લાશને એકટીવા બાઈક પર આગળ બેસાડી જઈ રહ્યો હતો, ત્યારે ડુંગરપુર નજીક કેટલાક ગામ લોકોએ એકટીવા પર જઈ રહેલા યુવાનને જોયો હતો. જેમાં નૈનાબેનના પગ જમીન સાથે ઢસડાતા જોઈ જતા ગામલોકોને યુવાન પર શંકા જતા તેને ઊભો રાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવાને ગાડી પુર ઝડપે હંકારી દીધી હતી.
અનોખા ઠગ: 10 સેકન્ડમાં 3 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર, પોલીસ પણ ઘડીક ગોથે ચડી
જ્યારે ગામલોકોએ યુવાનનો પીછો કરી તેને રોહિશાલા ગામ નજીક ઝડપી લીધો હતો. જ્યારે લોકોએ આગળ કપડું ઓઢાડેલી હાલતમાં મહિલાની લાશ જોઈ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. મહિલાની લાશને પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે ખસેડી હતી. પોલીસે હત્યારા પતિની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube