અનોખા ઠગ: 10 સેકન્ડમાં 3 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર, પોલીસ પણ ઘડીક ગોથે ચડી
શહેરના મણિનગર વિસ્તારમાંથી 10 સેકન્ડમાં લાખોની ચોરી કરનાર 3 આરોપીઓની મણિનગર પોલીસે ગણતરીના દિવસોમાં ધરપકડ કરી 3 લાખ રોકડ અને 2 બાઇક કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ટીવી સ્ક્રીન પર દેખાતા CCTV ફૂટેજ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ બેન્ક ઓફ બરોડાના છે. પહેલા CCTVમાં ફરિયાદી પોતાનું એક્ટિવા પાર્ક કરી બેંકમાં જતો નજરે પડી રહ્યો છે. અને તરત જ બીજા CCTV માં એક્ટિવ પાસે આવી એક્ટિવાની ડેકી તોડતો નજરે પડી રહ્યો છે. જે માત્ર 10 સેકન્ડમાં જ એક્ટિવાની ડેકી તોડી ડેકીમાં રહેલા 3.60 લાખ રોકડ લઈ જોતજોતામાં રફ્ફુ ચક્કર થઈ જાય છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : શહેરના મણિનગર વિસ્તારમાંથી 10 સેકન્ડમાં લાખોની ચોરી કરનાર 3 આરોપીઓની મણિનગર પોલીસે ગણતરીના દિવસોમાં ધરપકડ કરી 3 લાખ રોકડ અને 2 બાઇક કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ટીવી સ્ક્રીન પર દેખાતા CCTV ફૂટેજ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ બેન્ક ઓફ બરોડાના છે. પહેલા CCTVમાં ફરિયાદી પોતાનું એક્ટિવા પાર્ક કરી બેંકમાં જતો નજરે પડી રહ્યો છે. અને તરત જ બીજા CCTV માં એક્ટિવ પાસે આવી એક્ટિવાની ડેકી તોડતો નજરે પડી રહ્યો છે. જે માત્ર 10 સેકન્ડમાં જ એક્ટિવાની ડેકી તોડી ડેકીમાં રહેલા 3.60 લાખ રોકડ લઈ જોતજોતામાં રફ્ફુ ચક્કર થઈ જાય છે.
આ ફરિયાદ નોંધાતાની સાથે જ મણિનગર પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફને પી.આઈ બી.બી ગોયલ દ્વારા એક્ટિવ કરવામાં આવ્યો. જેમાં બાતમીના આધારે આરોપી વિજય રાઠોડ, યોગેન્દ્ર સીસોદીયા અને અવતાર સિંગ ધોરીયાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. મણિનગર પોલીસે આરોપીઓ જે રૂટ ઉપર ફરાર થયા તે રૂટના અસંખ્ય CCTV ફૂટેજ તપસ્યા હતા. જેમાં આરોપીઓએ પોતાના વાહનોને નમ્બર પ્લેટના પાછળના 1-1 અંકને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મણિનગર પોલીસે તમામ અંકને 0 થી લઈને 9 સુધી જોડી તમામ વાહનોની ચકાસણી કરી સાચા આરોપીઓ સુધી પહોંચવાની સફળતા મળી હતી.
10 સેકન્ડમાં ચોરી કરનાર આરોપીઓને મણિનગર પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. મણિનગર પોલીસે ઝડપેલાં આરોપીઓ રીઢા ગુનેગાર છે. જે 2009, 2010 અને 2012માં દારૂ સહિત ચોરીના ગુનામાં ઝડપાઇ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોપી યોગેન્દ્ર સીસોદીયા વર્ષ 2010માં થયેલા લઠ્ઠાકાંડમાં 10 વર્ષની સજા ભોગવી ચુક્યો છે. મણિનગર પોલીસે હાલ તો આરોપીઓએ આચરેલા વધુ ગુનાઓના ભેદ ઉકેલવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે