રામદેવપીરની અનન્ય ભક્ત યુવતીએ રણુજામાં જળસમાધિ લીધી, બનશે ભવ્ય મંદિર
ભરૂચ જિલ્લાના નેતંર્ગ તાલુકાના ભાંગોરી ગામની 22 વર્ષીય યુવતી રાજસ્થાનના રણુજા ખાતે ગામના સંઘ સાથે યાત્રાએ ગઇ હતી. દર વર્ષે ગામમાંથી ઉપડતા સંઘ સાથે આ યુવતી જોડાઇ હતી.જો કે આ વખતે તે સંઘ સાથે ગઇ તે પહેલા પરિવારને કહીને ગઇ હતી કે હવે હું પાછી નહી આવું મારે ત્યાં સમાધી લેવી છે. જો કે પરિવારે આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ સાચે જ યુવતીએ રણુજા ખાતે આવેલી વાવમાં જળસમાધિ લીધી હતી. તેના મૃતદેહને વતન લાવી અગ્નિસંસ્કાર કરવાનાં બદલે સમાધિસ્થ કરવામાં આવ્યું હતું. તેનાં કાકાનાં ખેતરમાં સમાધી બનાવીને હવે ત્યાં મંદિર બનાવવામાં આવશે.
ભરૂચ : ભરૂચ જિલ્લાના નેતંર્ગ તાલુકાના ભાંગોરી ગામની 22 વર્ષીય યુવતી રાજસ્થાનના રણુજા ખાતે ગામના સંઘ સાથે યાત્રાએ ગઇ હતી. દર વર્ષે ગામમાંથી ઉપડતા સંઘ સાથે આ યુવતી જોડાઇ હતી.જો કે આ વખતે તે સંઘ સાથે ગઇ તે પહેલા પરિવારને કહીને ગઇ હતી કે હવે હું પાછી નહી આવું મારે ત્યાં સમાધી લેવી છે. જો કે પરિવારે આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ સાચે જ યુવતીએ રણુજા ખાતે આવેલી વાવમાં જળસમાધિ લીધી હતી. તેના મૃતદેહને વતન લાવી અગ્નિસંસ્કાર કરવાનાં બદલે સમાધિસ્થ કરવામાં આવ્યું હતું. તેનાં કાકાનાં ખેતરમાં સમાધી બનાવીને હવે ત્યાં મંદિર બનાવવામાં આવશે.
સુપર લક્ઝુરિયસ તેજસ ટ્રેન આવતીકાલથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે
નેત્રંગ તાલુકાનાં ભાંગોરી ગામે રહેતા છોટુભાઇ વસાવાનાં પરિવારની બે દિકરીઓ સગુણા અને સરલા અને એક પુત્ર સહદેવ છે. આ પરિવારની આર્થિક સ્થિતી નબળી હતી. જો કે સમગ્ર પરિવારને રામદેવપીરમાં અનન્ય શ્રદ્ધા હતી. જેથી સમગ્ર પરિવાર સંઘ સાથે પ્રતિવર્ષ રણુજા ખાતે દર્શન કરવા માટે જતા હતા. પરિવારની મોટી દિકરી સગુણાએ ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ પોતાનાં પરિવારને મદદ કરવા માટે ખેતમજુરી જેવા કામ કરવા લાગી હતી. જો કે રામાપીરમાં તેની શ્રદ્ધા અપાર હતી. રાજસ્થાનના રણુજા ખાતે દર વર્ષે એક સંઘ જાય છે. જેમાં તે જોડાતી હતી. જો કે આ વખતે રામાપીરના પરચાની વાવમાં સવારનાં સમયે એકાએક જળસમાધી લીધી હતી. જેના કારણે અન્ય દર્શનાર્થીઓ દોડી ગયા હતા.
11 જાન્યુઆરીથી મિસિંગ બોરસદની હીરલ પટેલની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી
જો કે બાદમાં સ્થાનિક પોલીસનો સંપર્ક કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરીને યુવતીનાં મૃતદેહને નેત્રંગના ભાંગોરી ગામે લાવવામાં આવ્યો હતો. ઢોલ નગારા, વાજીંત્રો અને અબીલ ગુલાલ સાથે ગામની અંતિમયાત્રા નિકળી હતી. આ સ્થળે મંદિરનાં નિર્માણ માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. યુવતીએ જળસમાધિ લીધી હોવાના કારણે તેનો અગ્નિસંસ્કાર નહી કરાતા તેને સમાધિ આપવામાં આવશે. જો કે યુવતીએ પહેલા જ પોતાનાં પરિવારને જણાવ્યું હતું કે હવે હું પાછી નહી આવું. ટેલિફોનિક વાતચીતમાં પણ તે પરત નહી ફરે તેવું જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube