11 જાન્યુઆરીથી મિસિંગ બોરસદની હીરલ પટેલની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી

કેનેડામાં રહેતી ગુજરાતી યુવતીની કચડાયેલ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક યુવતી હિરલ પટેલ (Heeral Patel) બોરસદના પામોલ ગામની વતની હતી. ત્રણ વર્ષ પહેલાં જ હીરલ પટેલ કેનેડામાં સ્થાયી થઈ હતી. તેના લગ્ન લગ્ન બોરસદના કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હીરલ 11 જાન્યુઆરીના રોજથી ગુમ હતી, જેના બાદ આખરે તેની લાશ મળી આવી છે. 

Updated By: Jan 16, 2020, 02:53 PM IST
11 જાન્યુઆરીથી મિસિંગ બોરસદની હીરલ પટેલની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી

લાલજી પાનસુરિયા/આણંદ :કેનેડામાં રહેતી ગુજરાતી યુવતીની કચડાયેલ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક યુવતી હિરલ પટેલ (Heeral Patel) બોરસદના પામોલ ગામની વતની હતી. ત્રણ વર્ષ પહેલાં જ હીરલ પટેલ કેનેડામાં સ્થાયી થઈ હતી. તેના લગ્ન લગ્ન બોરસદના કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હીરલ 11 જાન્યુઆરીના રોજથી ગુમ હતી, જેના બાદ આખરે તેની લાશ મળી આવી છે. 

ક્યારેય વિચાર્યું છે કે શા માટે નલિયા જ શિયાળામાં સૌથી વધુ ટાઢુંબોળ હોય છે, આ રહ્યું મોટું કારણ

પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદની હીરલ પટેલના લગ્ન બોરસદના જ કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હીરલ તેના પતિ સાથે છેલ્લા ત્રણ વર્ષથી કેનેડામાં રહેતી હતી. 11 જાન્યુઆરીના રોજ હીરલ પટેલ અચાનક ગુમ થઈ હતી. તેના બાદ તે મીસિંગ જાહેર કરાઈ હતી. ટોરેન્ટો પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર તેની તસવીરો સાથે તેને મીસિંગ જાહેર કરાઈ હતી. જેના બાદ તેની ચારેબાજુ શોધખોળ શરૂ કરાઈ હતી. પરંતુ આખરે તેની લાશ કચડાયેલી હાલતમાં મળી આવી હતી.

જે દિવસે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહી હશે તે દિવસે બેંકો રહેશે બંધ, જાણો આખરે કેમ

સૂત્રોએ જણાવ્યું કે, હિરલને તેના સાસરિયાઓ સાથે અણબનાવ હતો. તેના સાસરિયા તેને બહુ જ ત્રાસ આપતા હતા. તેથી તેઓએ જ તેની હત્યા કરાવી હોઈ શકે તેવો હિરલના માતાપિતાએ આક્ષેપ લગાવ્યો છે. હાલ ટોરેન્ટ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક