VALSAD: પ્રેમમાં સર્વસ્વ અર્પણ કરી દીધા બાદ યુવકે કર્યો દગો, યુવતીની સ્થિતી બની ખુબ જ દયનીય
આજના સોશિયલ મીડિયા અને આધુનિક સમાજ યુવક યુવતીઓ ચાલતા પ્રેમમાં પડી જાય છે. જોકે પહેલાના સમયમાં પ્રેમ સંબંધને અતિ પ્રવિત્ર માનવામાં આવતું હતું. જોકે બદલાતા સમય અને પશ્ચિમી સંસ્કૃતિને અનુકરણ કરતી આજની નવી પેઢી પ્રેમમાં પડ્યા બાદ લગ્ન પહેલા જ પ્રેમી પર આંધળો વિશ્વાસ કરી પ્રેમીને તમામ અર્પણ કરી દેતા ખચકાતી નથી. ત્યારે વલસાડની એક યુવતીને પ્રેમમાં પ્રેમીની બેવફાઈ બહુ જ મોંઘી પડી છે. લંપટપ્રેમીએ લગ્નની લાલચ આપી પ્રેમિકાનું સર્વસ્વ લૂંટી લીધું છે. જો કે આ સમગ્ર મામલો વલસાડ પોલીસ સ્ટેશને પહુંચતા પોલીસે બેવફા સનમને જેલના પાંજરે પૂર્યો છે.
ઉમેશ પટેલ/વલસાડ : આજના સોશિયલ મીડિયા અને આધુનિક સમાજ યુવક યુવતીઓ ચાલતા પ્રેમમાં પડી જાય છે. જોકે પહેલાના સમયમાં પ્રેમ સંબંધને અતિ પ્રવિત્ર માનવામાં આવતું હતું. જોકે બદલાતા સમય અને પશ્ચિમી સંસ્કૃતિને અનુકરણ કરતી આજની નવી પેઢી પ્રેમમાં પડ્યા બાદ લગ્ન પહેલા જ પ્રેમી પર આંધળો વિશ્વાસ કરી પ્રેમીને તમામ અર્પણ કરી દેતા ખચકાતી નથી. ત્યારે વલસાડની એક યુવતીને પ્રેમમાં પ્રેમીની બેવફાઈ બહુ જ મોંઘી પડી છે. લંપટપ્રેમીએ લગ્નની લાલચ આપી પ્રેમિકાનું સર્વસ્વ લૂંટી લીધું છે. જો કે આ સમગ્ર મામલો વલસાડ પોલીસ સ્ટેશને પહુંચતા પોલીસે બેવફા સનમને જેલના પાંજરે પૂર્યો છે.
ભાજપ ચૂંટણી લડ્યા વગર જ જીતી જશે કે શું? ગુજરાતમાંથી કુલ 36 ઉમેદવારો બિનહરીફ
વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારના એક ગામમાં રહેતી એક યુવતીએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં ફરિયાદી પીડિતાએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના ભદેલી જગાલાલા ગામમાં રહેતા સેહુલ ટંડેલ નામના એક યુવક યુવકે વર્ષ 2011ની ફેબ્રુઆરી મહિનામાં તેની સાથે સગાઈ કરી હતી. ત્યારબાદ આ યુવતીને અવારનવાર તેના ઘરે લઇ જઇ અને પત્ની તરીકે પણ રાખતો હતો. આમ સગાઈ કર્યા બાદ યુવતીને પત્ની તરીકે ઘરમાં રાખી અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. વર્ષ 2020 ના ફેબ્રુઆરી મહિનામાં આરોપી સુહેલ ટંડેલ શિપમાં નોકરી કરવા ગયો હતો. પરંતુ કોરોના ના કારણે નવેમ્બર મહિનામાં તે પરત આવ્યો હતો. ત્યારબાદ પણ યુવતી અને તેના ઘરે બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જો કે ત્યાર બાદ આરોપીએ પીડિતા ને જણાાવ્યું હતું કે, તેને અન્ય યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. આથી પીડિતાને અન્યાય થતા આરોપી સેહુલ ટંડેલે તેને પત્ની તરીકે વર્ષો સુધી રાખ્યા બાદ લગ્નની લાલચ આપી અને અવાર નવાર દુષ્કર્મ આચરી તેને તરછોડી દેવાના આક્ષેપ સાથે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભડકો, ભાજપે કોંગ્રેસ કાર્યાલય ઘેરીને વિરોધ કર્યો
વલસાડ પોલીસે આરોપી સેહૂલ ટંડેલની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ વલસાડના કાંઠા વિસ્તારમાં એક યુવતી સાથે સગાઈ કર્યા બાદ યુવતીને પત્ની તરીકે વર્ષો સુધી હતી. વર્ષ 2011 માં બંને પરિવારના સંમતી બાદ સગાઈ બાદ આરોપી સુહેલ ટંડેલે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આથી યુવતી ગર્ભવતી પણ થઈ ગઈ હતી. પરંતુ લોકલાજ ના બીકે આરોપી આરોપી ટંડેલે યુવતીને ગર્ભપાત કરવા મજબૂર બનાવી હતી. આથી તેણીએ ગર્ભપાત પણ કરાવી લીધો હતો. રાખ્યા બાદ તને તરછોડી દેવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. થી પોલીસે હવે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
કોંગ્રેસને લખતા પણ નથી આવડતું? એક શબ્દના કારણે તાલુકા પંચાયતના બે સભ્યો હારી ગયા!
વલસાડ જિલ્લામાં શહેરી વિસ્તારો બાદ હવે દરિયાકિનારે વિસ્તારના ગામમાં પણ આધુનિકરણ પહુંચી ગયું છે. યુવતીઓઓ આવા લંપટ પ્રેમી યુવકોની જાળમાં ફસાતી જોવા મળી રહી છે. ત્યારે વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં આવા લેભાગુ યુવાનોથી પોતાની દીકરીને સાવધાન રહેવું ખુબ આવશ્યક બની ગયું છે. આ કિસ્સામાં યુવતી સાથે સગાઈ કરી અને લગ્નની લાલચ આપી અવાર નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી અને ગર્ભવતી બનાવવા બાદ તરછોડી દેનાર પ્રેમી સેહુલ હાલ જેલ ની હવા ખાઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube