ભાજપ ચૂંટણી લડ્યા વગર જ જીતી જશે કે શું? ગુજરાતમાંથી કુલ 36 ઉમેદવારો બિનહરીફ
Trending Photos
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વધુ 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અગાઉ 29 ઉમેદવારો અધિકારીક રીતે બિન હરીફ જાહેર થઇ ચુક્યા છે. ગુજરાતમાં જાણે વિપક્ષ જેવું બચ્યું જ ન હોય તે પ્રકારે ભાજપ ચૂંટણી લડ્યા વગર જ જીત પ્રાપ્ત થઇ રહી છે. ભાજપનાં અત્યાર સુધીમાં 38 ઉમેદવારો બિનહરીફ જાહેર થઇ ચુક્યા છે. તેવામાં હજી પણ અનેક ઉમેદવારો બિનહરિફ જાહેર થાય તેવી શક્યતાઓ છે. તેવામાં કોંગ્રેસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
અમદાવાદ જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ ઉમેદવારો બિનહરીફ રીતે જીતી ગયા હતા. તાલુકા પંચાયતની 5 બેઠકો પર ભાજપ બિનહરીફ જીતી ચુક્યું છે. આણંદ નગરપાલિકાની 2 બેઠકો પર ભાજપ બિનહરીફ જીતી ચુક્યું છે. આ પહેલા કુલ 29 બેઠકો બિનહરીફ ભાજપને ફાળે હતી. આજે વધુ 9 બેઠકો ભાજપને મળી છે. જેના કારણે ભાજપ અનેક સીટો પર લડ્યા વગર જ જીતુ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પહેલાથી જ ઉમેદવારોના અસંતોષનો સામનો કરી રહ્યું છે. ટિકિટ ફાળવણી બાદથી જ કોંગ્રેસમાં ભડકો છે. અનેક કાર્યકર્તાઓ અને સીનિયર નેતાઓ રાજીનામા આપી ચુક્યા છે. તેવામાં કોંગ્રેસ માટે પહેલાથી જ ચૂંટણી જીતવી લોઢાના ચણા ચાવવા સમાન હતી. ત્યારે આ આંતરિક અસંતોષ અને ત્યાર બાદ નવા ઉમેદવારોની ફોર્મ ભરવાની અણઆવડતના કારણે એક પછી એક ફોર્મ રદ્દ થઇ રહ્યા છે તેમ તેમ ભાજપ જીતતું જ જઇ રહ્યું છે. આ સ્થિતી જોતા લાગી રહ્યું છે કે, ભાજપ ચૂંટણી પહેલા જ અડધી બેઠકો જીતી જશે.
બોટાદમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં કોંગ્રેસના 18 ફોર્મ રદ્ થઇ ચુક્યા છે. જ્યારે 5 સીટ બિન હરીફ જાહેર થઇ છે. બોટાદની 7, ગઢડાની 7, રાણપુરની 4 સીટ મળીને કુલ 18 ફોમ રદ્દ થયા છે. રાણપુર, નાગનેશ, લાઠીદંડ, લાખયાણી અને ઢસાની સીટ બિનહરીફ જાહેર થઈ ચુકી છે. કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મ ભરતા આવડ્યું નહી હોવાનાં કારણે અનેક સ્થળો પર લડ્યા વગર જ તે હારી રહી હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે