આ યુવતી ગરીબ બાળકો માટે કરશે સતત 24 કલાક સુધી પેઇન્ટિંગ કરી બનાવશે રેકોર્ડ
ઇમેજમાં દેખાતી આ યુવતી છે મનન ચતુર્વેદી જે ૧૫૭ બાળકોની પાલક માતા છે જે રાજસ્થાનના જયપુરમાં બાળકોને રાખે છે. રસ્તે રખડતા કે કોઈને પણ બાળકોને તેની સંસ્થામાં મૂકી ગયું હોય કે પછી તરછોડાયેલા કોઇપણ બાળકો હોય તેને તેની સંસ્થામાં રાખે છે ભણાવે છે અને તેનું પાલન પોષણ કરે છે. આ બાળકોને સાચવવા માટે તે મેરેથોન પેન્ટિંગ કરે છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : ઇમેજમાં દેખાતી આ યુવતી છે મનન ચતુર્વેદી જે ૧૫૭ બાળકોની પાલક માતા છે જે રાજસ્થાનના જયપુરમાં બાળકોને રાખે છે. રસ્તે રખડતા કે કોઈને પણ બાળકોને તેની સંસ્થામાં મૂકી ગયું હોય કે પછી તરછોડાયેલા કોઇપણ બાળકો હોય તેને તેની સંસ્થામાં રાખે છે ભણાવે છે અને તેનું પાલન પોષણ કરે છે. આ બાળકોને સાચવવા માટે તે મેરેથોન પેન્ટિંગ કરે છે.
બુટલેગરે પૈસાની લેતીદેતીમાં હોમગાર્ડનાં જવાનની છરીના ઘા મારીને હત્યા કરી
જી હા, આમ તો તે સ્કોલર હતા પરંતુ એક વખત રસ્તા પર કચરા માં બાળકોને ખાતા જોયા અને તેને બાળકો માટે સેવા કરવાનો વિચાર આવ્યો અને અભ્યાસ છોડી તે આ સેવામાં લાગી ગયા છે. આ બાળકોને સાચવવા માટે તે દેશના અલગ અલગ વિસ્તારમાં જાય છે. આ પ્રકારે પેન્ટિંગ બનાવે છે તે પેન્ટિંગ વેચી અને જે રૂપિયા મળે છે તેને આ સંસ્થામાં રહેતા બાળકો માટે ઉપયોગ કરે છે.
લાખોનાં ઘરેણાની ચોરી મુદ્દે માલિક જ ચોર નિકળ્યો, ચોરી કરવાનું કારણ ચોંકાવનારૂ
આ સિવાય તે લોકો સુધી બાળકોને મદદ કરવા માટે નો મેસેજ પણ પહોચે તેના માટે અલગ અલગ સંસ્થા કોલેજ માં જઈને પેન્ટિંગ તૈયાર કરે છે. લોકોને આવા બાળકોને મદદ કરવા માટે પ્રેરે છે. ત્યારે હવે અમદાવાદની ખ્યાતનામ ક્લબ ખાતે તે ૨૪ કલાક સતત પેન્ટિંગ કરી રેકોર્ડ તો બનાવશે જ સાથે જ તે આ પેન્ટિંગ વેચી તેમાંથી જે રૂપિયા મળશે એ તેની સંસ્થામાં રહેતા બાળકો માટે ઉપયોગ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube