સરકારી નોકરી મેળવવા યુવકે GPSCના પરિણામમાં કર્યાં ચેડાં, આખરે પોલ ખૂલી
સરકારી નોકરી મેળવવા એ ઉમેદવારે પરિણામ સાથે ચેડા કર્યા હોવાનુ સામે આવ્યું છે. જીપીએસસીના પરિણામમાં ચેડા કરનાર ભાવિક અડીએચા સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાવિક જે અડીએચા નામનો આ યુવક કચ્છના અંજારનો રહેવાસી છે. તેણે પરિણામમાં પોતાનું નામ ઉમેરી નોકરી મેળવવા ખોટા દસ્તાવેજ ઉભા બનાવ્યા હતા. પરિણામ સાથે ચેડા કર્યા બાદ આરોપી યુવકે નોકરી આપવા માટે જીપીએસસીમાં અરજી કરી હતી.
હિતલ પારેખ/ગાંધીનગર :સરકારી નોકરી મેળવવા એ ઉમેદવારે પરિણામ સાથે ચેડા કર્યા હોવાનુ સામે આવ્યું છે. જીપીએસસીના પરિણામમાં ચેડા કરનાર ભાવિક અડીએચા સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાવિક જે અડીએચા નામનો આ યુવક કચ્છના અંજારનો રહેવાસી છે. તેણે પરિણામમાં પોતાનું નામ ઉમેરી નોકરી મેળવવા ખોટા દસ્તાવેજ ઉભા બનાવ્યા હતા. પરિણામ સાથે ચેડા કર્યા બાદ આરોપી યુવકે નોકરી આપવા માટે જીપીએસસીમાં અરજી કરી હતી.
સુરત : મંત્રી કુમાર કાનાણીના પુત્રએ મહિલા કોન્સ્ટેબલને કહ્યું, ‘365 દિવસ ડ્યુટીમા ઉભી રાખવીશ’
આ મામલે ગાંધીનગરના ડીવાયએસપી એમ. કે રાણાએ જણાવ્યુ કે, ભાવિક અડીએચાએ gpsc ના નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-૨ના પરિણામમાં ચેડા કર્યા હતા. ફાલ્ગુન પંચાલ નામની વ્યક્તિના પરિણામની જગ્યાએ ભાવિક અડીએચાએ જીપીએસસીના પરિણામમાં ચેડાં કરીને નગરપાલિકામાં મુખ્ય અધિકારીની નોકરી માટે દાવો કર્યો હતો. આ મામલે જીપીએસસીએ સઘન તપાસ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, ભાવિકે જીપીએસસીની પરીક્ષા આપી જ ન હતી. ત્યારે જીપીએસસી દ્વારા ભાવિક અડીડેચાને હંમેશા માટે બ્લેક લિસ્ટ કરી દેવાયો છે. હવે ભાવિક જીપીએસસીની પરીક્ષા ક્યારેય આપી નહિ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર