ખેડબ્રહ્મા : પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ચોરીના બાઇક સાથે પોલીસે પીછો કરી સગીર સહીત બે શખ્સોને દબોચી લઇ ‌૧૩ વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ કર્યો હતો. રૂ ૩.૬૭ લાખના ૨૦ વાહનો રીકવર કર્યા હતા. વાહન ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સાબરકાંઠા જીલ્લામાં  વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. જેના પગલે પોલીસ પોતાના વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે વગેરે ખેડબ્રહ્મા પોલીસે પણ બસ સ્ટેશન હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના ઉપરાંત હવે ચિકનગુનિયાનો કહેર


ત્યારે  ખેરોજ હાઇવે તરફથી હીરો આઇ સ્માર્ટ બાઇક લઈને બે શખ્સો આવતા તેને રોકવા જતા પોતાનું બાઇક પરત ફેરવી ખેરોજ તરફ ભાગ્યા હતા. જેથી પોલીસે તેનો પીછો કરી ખેરોજ નજીક જગમેર કંપા પાસેથી પકડી પાડયા હતા.તો ઝડપાયેલા બંને રાજસ્થાનના કોટડા વિસ્તારના હતા. તો આ બે પૈકી એક સગીર હતો. પોલીસે બંને પાસે બાઈકના આધાર પુરાવા માગતા તેની પાસે ન હોવાનું જણાવતા પોકેટ કોપ મોબાઇલ પર તપાસ કરતા બાઇક માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીનો ગુનો નોંધાયેલ હોઈ તેથી તે બાઈક ચોરીનું નીકળ્યું હતું. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરતા જિલ્લામાંથી જુદી જુદી જગ્યાએથી ગુના આચારેલ હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને  પોલીસે તપાસ હાથ ધરી અન્ય ૧૯ બાઇકો રિકવર કરવા સાથે કુલ રૂ ૩.૬૭ લાખનો મુદા્માલ કબજે લઇ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા અન્ય સાત શખ્સોને પકડવાની તજવીજ હાથ ધરી છે.


દુષ્કર્મથી થથરતું ગુજરાત: આરોપીને બચાવવા આખો સમાજ વચ્ચે પડીને વાતને દબાવી પરંતુ...


ખેડબ્રહ્મા પોલીસે ચોરીનાં બાઈક સાથે ઝડપાયેલા સગીર સહીતના બે આરોપીઓને પૂછપરછ ૧૩ ચોરીની કબુલાત કરી હતી, પરંતુ તે ચોરીમાં અન્ય સાત શખ્સો પણ સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું તો આ વાહન ચોરી કરતી ગેંગ રાજસ્થાનના કોટડા તાલુકાની હોવાનું બહાર આવ્યું હતું. તો આ ગેંગએ ઇડર, વડાલી અને ખેડબ્રહ્મામાં બાઈક ચોરી કરતા હતા. તે રાજસ્થાનમાં લઇ જતા હતા અને ત્યાં માત્ર રૂ ૧૫૦૦ થી ૨૦૦૦ હજારમાં બાઈક ને વેચી દેતા હતા. તેવું ઝડપાયેલા બંને જણા પાસેથી પૂછ પરછમાં જાણવા મળ્યું હતું.


રાજ્યનાં સૌથી વ્યસ્ત હાઇવે પૈકીના એક ભાવનગર-અમદાવાદ હાઇવે બિસ્માર, સરકારના ઠાગાઠૈયા


તો આ બાઈક ચોરી કરતી ગેંગમાં ઝડપાયેલ સગીર જ મુખ્ય આરોપી બીજા શખ્સો સાથે મળીને ડુપ્લીકેટ ચાવી અથવા તો લોકમ તોડી બાઈક ચોરી કરી લઇ જતા અને નજીવી રકમમાં બાઈકો વેચી દેતા હતા. હાલ તો પોલીસે બાઈક ચોરી કરતી કોટડા વિસ્તારની ગેંગના સગીર સહીત બે જણાને ઝડપી ચોરીની ૨૦ બાઈકો ઝડપી લીધી છે પરંતુ ચોરીમાં સંડોવાયેલા સાત શખ્સો ઝડપાય તો વધુ બાઈક ચોરીઓ સાથે ચોરીનો બાઈકો પણ મળી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube