દુષ્કર્મથી થથરતું ગુજરાત: આરોપીને બચાવવા આખો સમાજ વચ્ચે પડીને વાતને દબાવી પરંતુ...
સમાજમાં અનેક એવા દુશનો છે જે આજે પણ સમાજને બદનામ કરતા આવ્યા છે. તેઓ જ કિસ્સો વડોદરાના ડભોઇ તાલુકામાં નોંધાયો છે. યુવક દ્વારા લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. આ વાત કોઈને ખબર ન પડવા દીધી પરંતુ સગીરાનું જ્યારે પેટમાં દુખવો થયો ત્યારે પોતાના ગામના જ યુવાને આચરેલા કાળા કામ નીલા બહાર આવી એટલું જ નહીં અનેક વખત આ સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતો રહ્યો. યુવાન અને નવ મહિનાના સમય બાદ સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો. આ હતી શરૂઆતની વાત પરંતુ આ વાત એટલે સીમિત ન રહી ટેલિવિઝન સ્ક્રીન પર દેખાતા બંને સમક્ષ સગીરાની જિંદગી બગાડવામાં ભાગીદાર છે.
Trending Photos
ચિરાગ જોશી/વડોદરા : સમાજમાં અનેક એવા દુશનો છે જે આજે પણ સમાજને બદનામ કરતા આવ્યા છે. તેઓ જ કિસ્સો વડોદરાના ડભોઇ તાલુકામાં નોંધાયો છે. યુવક દ્વારા લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. આ વાત કોઈને ખબર ન પડવા દીધી પરંતુ સગીરાનું જ્યારે પેટમાં દુખવો થયો ત્યારે પોતાના ગામના જ યુવાને આચરેલા કાળા કામ નીલા બહાર આવી એટલું જ નહીં અનેક વખત આ સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતો રહ્યો. યુવાન અને નવ મહિનાના સમય બાદ સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો. આ હતી શરૂઆતની વાત પરંતુ આ વાત એટલે સીમિત ન રહી ટેલિવિઝન સ્ક્રીન પર દેખાતા બંને સમક્ષ સગીરાની જિંદગી બગાડવામાં ભાગીદાર છે.
સમગ્ર ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો ડભોઇ તાલુકાના શિરોલા ગામમાં રહેતો ચિંતન ઠાકોરે ડભોઇ તાલુકાની સગીરાને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પહેલા પ્રેમ ભરી વાતો કરી અને પછી લગ્નની લાલચ આપી આ દરમિયાન સગીરા ગર્ભવતી બની આ વાતની જાણ સગીરાના પરિવારજનોને થતાં સગીરાએ પોતાની સાથે બનેલા કુકર્મ હકીકત પોતાના પરિવારજનોને કરી હતી. જેને લઇને એક મહિના અગાઉ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ખાતે આવ્યો હતો. આ દરમિયાન આરોપીઓના પરીવારજનો પોલીસમાં પહોંચ ધરાવતા હોય. જેથી પોલીસ મધ્યસ્થી બનીને આ મામલો થાળે પાડવાનો કોશિશ કરી હતી.
સમાધાનની ફોર્મ્યુલા અપનાવી હતી. જે તે સમયે પરિવારજનોને સમજાવવામાં આવ્યા હતા કે આ સગીરા જ્યારે પુખ્ત વયની થઈ જશે ત્યારે તેના લગ્ન ચિંતન ઠાકોર સાથે કરાવી દઈશું. એની જિંદગી નહિ પાડવાની બાંહેધારી આપી હતી. સાથે જ સગીરા જે બાળકને જન્મ આપશે તેને પણ અપનાવી લઈશું. જેથી પીડિતાના પરિવારજનો પોતાની દીકરીની સમાજમાં આબરૂ ન બગડે તે માટે આ લોભામણી લાલચમાં સંમત થયા હતા. જો કે ૧૧ ઓકટોબરે આ સગીરાએ એક બાળકીને જન્મ આપતાં જ પાસુ પલટાઈ ગયું હતું. આરોપીની માતા કોકિલા પાટણવાડીયા દ્વારા પીડિતાને કહેવામાં આવ્યું કે, હું તારા ઘરે જતી રે મારા ઘરે તું પત્ની બનીને નહિ શકે અને જાતિ વિષયક અપમાન કરતા સગીરાની માતાએ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી. સમગ્ર બાબતે પીડિતાની માતાની ફરિયાદ લઇ ડભોઇ પોલીસે બંને આરોપીની ગણતરીના કલાકોમાં જેલ ભેગા કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે