* ડુંગરપુરની ઘરફોડ ગેંગનો થયો પર્દાફાશ
* સોલા હાઇકોર્ટ પોલીસે 7 શખ્સોની કરી ધરપકડ
* મુખ્ય આરોપી સાથે બેની શોધખોળ ચાલુ
* ૯ ઘરફોડચોરીનો ભેદ ઉકેલી પોલીસે ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/ અમદાવાદ : શહેર પોલીસે ફરી એક વાર ઘરફોડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપીની ધરપકડથી તાજેતરમાં જ સોલા વિસ્તારમાં થયેલી 8.50 લાખની ઘરફોડ ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. મૂળ ડુંગરપુરની આ ગેંગના સાત શખ્સોને પોલીસે ઝડપી ચોરીનો કેટલોક મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. તો સાથે જ ફરાર મુખ્ય આરોપી સાથે બે શખ્સોની સોલા પોલીસે શોધખોળ હાથ ધરી છે.


કોરોના વાયરસને PM મોદીએ ગણાવ્યો મોટો પડકાર, કહ્યું દરેક યુગમાં આવે છે પડકાર


તાજેતરમાં થલતેજ બાગબાન ચાર રસ્તા પાસે હરિહર આશ્રય બંગલોનાં એક મકાનમાં રૂપિયા 8.50 લાખની મત્તાની ઘરફોડ ચોરી થઈ હતી. જે ગુનામાં પોલીસ અધિકારીની સુચના હેઠળ અલગ અલગ ટિમ બનાવી સોલા હાઇકોર્ટ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સોલા પોલીસની સર્વેલન્સ ટિમને આરોપી પકડવામાં સફળતા મળી છે. પોલીસે 4.5 કિમી રૂટના અંદાજે 71 CCTV ચેક કરી એક બાઇક નંબર આધારે આરોપીઓને મુદામાલ સહિત પકડી પાડ્યા છે. પોલીસ તપાસમાં તમામ આરોપી ડુંગરપુરના હોવાનું અને ઘરઘાટી તરીકે કામ કરતા હોવાનુગ ખુલ્યું છે. જે આરોપીઓ પાસેથી પોલીસે સોનાનાં દાગીના, ઘડીયાળ અને મોબાઈલ ફોન સહિત ગુનામાં વપરાયેલ બાઇક સહિત કુલ ૭૬૦૦૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે પોલીસથી બચવા ડુંગરપુરની આ ગેંગ પોતાની ઓળખ ન થાય માટે જે સીસીટીવીના ડીવીઆરની ચોરી કરી હતી.


જો સ્માર્ટફોન વાપરી રહ્યા છો તો સાવધાન ! 1 અબજથી વધારે Android સ્માર્ટફોન પર હૈકિંગનો ખતરો !


પકડાયેલા આ ગેંગની મોડેસ ઓપરેન્ડી પણ અજીબ છે ડુંગરપુરની આ ઘરફોડ ગેંગ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ઘરઘાટી તરીકે નોકરી કરે. અને બાદમાં આસપાસ જ્યાં મકાન બંધ કે ખાલી હોય ત્યાં ચોરી કરતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન હદમાં 6 ગુનાને અંજામ આપ્યા હતા સાથે જ અન્ય કેટલાક ગુના પણ ભેદ ઉકેલાયા છે. પણ પકડાયેલ સાતેય આરોપીઓના મુખ્ય સૂત્રધાર સહિત ફરાર બે શખ્સોની પણ શોધખોળ હાથ ધરી છે. હાલ તો સોલા હાઇકોર્ટ પોલીસે એક ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા જતા 9 ગુનાના ભેદ ઉકેલી એક ગેંગનો પણ પર્દાફાશ કર્યો છે. ત્યારે હવે સોલા પોલીસે એ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે ડુંગરપુરની આ ગેંગ સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ. અને તેઓને ઘરફોડ માટે અન્ય કોણ કોણ મદદગારી પુરી પાડી રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube