જો સ્માર્ટફોન વાપરી રહ્યા છો તો સાવધાન ! 1 અબજથી વધારે Android સ્માર્ટફોન પર હૈકિંગનો ખતરો !

સાયબર સિક્યોરિટી ફર્મ Which? દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કે, સમગ્ર વિશ્વનાં 1 અબજથી પણ વધારે એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનમાં ખામી છે. આ સ્માર્ટફોનમાં સિક્યુરિટી અપડેટ્સ નથી આપવામાં આવતા. જેના કારણે તેને હેક કરવામાં આવી શકે છે. આ સાયબર સિક્યોરિટી વોચ ડોગે કહ્યું કે, 2012 અથવા તેની પહેલા લોન્ચ કરવામાં આવેલા એન્ડ્રોયડ સ્માર્ટપોન યુઝર્સ માટે આ વધારે ગંભીર સમસ્યા છે. અત્યાર સુધી ગુગલે આ અહેવાલ અંગે કોઇ જ નિવેદન આપ્યું નથી. આ સિક્યોરિટી વોચ ડોગે ગુગલ સહિત એન્ડ્રોયડ સ્માર્ટફોન કંપનીઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. આ એજન્સીનું કહેવું છે કે, મોબાઇલ કંપનીઓને સોફ્ટવેર અપડેટ મુદ્દે યુઝર્સની સાથે ટ્રાન્સપરન્ટ થવાની જરૂર છે.
જો સ્માર્ટફોન વાપરી રહ્યા છો તો સાવધાન ! 1 અબજથી વધારે Android સ્માર્ટફોન પર હૈકિંગનો ખતરો !

નવી દિલ્હી : સાયબર સિક્યોરિટી ફર્મ Which? દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કે, સમગ્ર વિશ્વનાં 1 અબજથી પણ વધારે એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનમાં ખામી છે. આ સ્માર્ટફોનમાં સિક્યુરિટી અપડેટ્સ નથી આપવામાં આવતા. જેના કારણે તેને હેક કરવામાં આવી શકે છે. આ સાયબર સિક્યોરિટી વોચ ડોગે કહ્યું કે, 2012 અથવા તેની પહેલા લોન્ચ કરવામાં આવેલા એન્ડ્રોયડ સ્માર્ટપોન યુઝર્સ માટે આ વધારે ગંભીર સમસ્યા છે. અત્યાર સુધી ગુગલે આ અહેવાલ અંગે કોઇ જ નિવેદન આપ્યું નથી. આ સિક્યોરિટી વોચ ડોગે ગુગલ સહિત એન્ડ્રોયડ સ્માર્ટફોન કંપનીઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. આ એજન્સીનું કહેવું છે કે, મોબાઇલ કંપનીઓને સોફ્ટવેર અપડેટ મુદ્દે યુઝર્સની સાથે ટ્રાન્સપરન્ટ થવાની જરૂર છે.

યોગી સરકાર: બેથી વધારે બાળકો હશે તો નહી મળે સરકારી નોકરી, ચૂંટણી પણ નહી લડી શકો !
સામાન્ય રીતે સ્માર્ટફોન કંપનીઓ ગમે તેટલા મોંઘા ફોન વહેંચે પરંતુ તે સ્પષ્ટ રીતે કેટલા વર્ષો સુધી એન્ડ્રોયડ અપડેટ મળતા રહેશે. મોટા ભાગનાં એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં 2-3 વર્ષ બાદ અપડેટ મળવાનું બંધ થઇ જાય છે. એક અહેવાલ અનુસાર ગૂગલનાં ડેટા પોતે એવું જણાવે છે કે સમગ્ર વિશ્વનાં 42.1 ટકા એન્ડ્રોયડ યુઝર્સ પાસે Android 6.0 અથવા તેનાથી નીચેનું વર્ઝન છે. સિક્યોરિટી વોચડોગ Which? પોતાનાં સ્ટડીમાં જોયું કે, સમગ્ર વિશ્વનાં 5માંથી 2 એન્ડ્રોયડ યુઝર્સને હવે સિક્યુરિટી અપડેટ્સ નથી આપવામાં આવતા. આ એજન્સીએ પાંચ સ્માર્ટફોનનાં ટેસ્ટિંગ કર્યું છે.

Yes Bank મા ફસાયા છે પૈસા? આ સરળ રીતથી 5 લાખ રૂપિયા ઉપાડી શકાશે !
જેમાં અનેક પ્રખ્યાત સ્માર્ટફોનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. તેના ટેસ્ટિંગમાં AV Comparives ની મદદ લેવામાં આવી. આ એજન્સીએ આ પાંચેય સ્માર્ટફોનમાં માલવેરથી પ્રભાવિત કર્યું અને તમામ ફોનમાં માલવેર સરળતાથી ઇંજેક્ટ કરવામાં આવ્યું. આ સિક્યોરિટી વોચડોગનું કહેવું છે કે મોબાઇલ કંપનીઓને પોતાનાં યુઝર્સનાં સપોર્ટમાં કોઇ પણ પ્રકારનો પેચ ન રાખવો જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news