વાડજમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી, વેપારીની નજર ચૂકવી ગણતરીની મિનિટોમાં પાડ્યો ખેલ
અમદાવાદના વાડજ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ છે. આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદનાં વાડજ વિસ્તારમાં આવેલી એક જવેલર્સની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો...ગ્રાહકના સ્વાંગમાં આવેલી એક મહિલા અને 2 પુરુષોએ વેપારીની નજર ચૂકવી સોનાની વસ્તુઓની ચોરી કરી હતી...ચોરીનો ખ્યાલ આવતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી...જેના આધારે પોલીસે એક મહિલા સહિત 3 શખ્સોની ધપકડ કરી છે...આરોપીઓ કોણ છે, શું તેમણે પહેલા પણ આ રીતે ચોરીને અંજામ આપ્યો છે, તેઓ કેવી રીતે ઝડપાયા, તમામ સવાલોના જવાબ જોઈએ આ રિપોર્ટમાં...
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી આભૂષણ જ્વેલર્સ નામની દુકાનના આ CCTV ધ્યાનથી જુઓ...પહેલી નજરે એવું જ લાગશે કે ગ્રાહકો જ્વેલર્સની દુકાનમાં દાગીનાની ખરીદી કરી રહ્યા છે...પરંતુ આ કોઈ ગ્રાહકો નથી પરંતુ ચોરી કરવા આવેલા આરોપીઓ છે...દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક મહિલા અને 2 પુરૂષો વેપારી સાથે વાતો કરી, તેની નજર ચુકવીને આશરે દોઢ લાખ રૂપિયાની સોનાની વસ્તુઓની ચોરી કરે છે...આરોપીઓ નીકળી ગયા બાદ વેપારીને ચોરી થઈ હોવાનો ખ્યાલ આવતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી...જેના આધારે પોલીસે ત્રણેય આરોપીને પકડી પાડ્યા હતા...
આ પણ વાંચોઃ ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કાર
પોલીસે ઝડપેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે ત્રણેય આરોપીઓ છકડો રિક્ષા ભાડે કરીને જ્વેલર્સની દુકાને પહોંચ્યા હતા...ખરીદી કરવાના બહાને આવેલા આરોપીઓ દુકાનમાં ગયા અને વેપારીની નજર ચુકવીને સોનાની વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા...
પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે આરોપી પ્રવીણ ઉર્ફે અરવિંદ દંતાણી વિરુદ્ધ અગાઉ કડી પોલીસ સ્ટેશન તેમજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે...જ્યારે આરોપી કરણ ઉર્ફે કાલુ દંતાણી વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે...
હાલ તો પોલીસ ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે...ત્રણેય આરોપીઓએ અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે...