ઉદય રંજન/અમદાવાદઃ લો બોલો હવે સાંસદોના ઘર પણ સુરક્ષિત નથી. અમદાવાદથી ભાજપના સાંસદ કિરીટ સોલંકી (BJP MP Kirit Solanki)ના ઘરમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી પ્રજાને સવાલ થાય કે ભાજપના રાજમાં ભાજપના નેતાઓ જ સુરક્ષિત નથી. અમદાવાદથી ભાજપના સાંસદ કિરીટ સોલંકીના પુત્રએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. સાંસદના ઘરમાં 9.90 લાખની રકમની ચોરી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો
અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ કિરીટ સોલંકીના પુત્રએ આજે તેનના ઘરમાં ચોરી થવાની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તેમના ઘરમાંથી 9.90 લાખ રૂપિયાની ચોરી થઈ છે. આ ચોરીનો આરોપ ઘરઘાટી બહેનો પર કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે બંન્ને ઘરઘાટી બહેનોની ધરપકડ કરી છે. પોલીસ આ મામલે હાલ વધુ તપાસ કરી રહી છે. 


ચોરી કેસમાં પ્રાથમિક તપાસ કરતા લોકરના મેન્યુઅલ ઓપરેટની પ્લેટના સ્ક્રુ ખુલ્લા હતા. જેથી સીધી શંકા ઘરઘાટી જયા વાઘેલા અને તેની બહેન રિટા વાઘેલા પર ઉપજી હતી. છેલ્લા એક વર્ષથી સાંસદના મકાન માં જયા વાઘેલા નોકરી કરતી હતી. બનાવના થોડા દિવસ અગાઉ જયા વાઘેલાએ તેની બહેન રીટા વાઘેલાને પણ ઘરના કામમાં મદદ માટે બોલાવી હતી. ત્યાર બાદ રીટા વાઘેલાના ઘરમાં આવ્યા બાદ થોડા દિવસોની અંદર ચોરીની ઘટના બની હતી. મહત્વ નું છે કે જે બેડરૂમમાં લોકર છે ત્યાં સાંસદના પુત્ર અને તેની પત્ની તેમજ બન્ને ઘરઘાટીની અવર જવર રહેતી હતી. જેથી ચોરીની શકા બન્ને ઘરઘાટી પર પ્રબળ છે. પરંતુ આ મહિલાઓ પોતે ચોરી નહિ કરવાનું રટણ કરી રહી છે.


આમ તો સામાન્ય રીતે ઘરઘાટી રાખ્યા બાદ જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેમની નોંધ કરવામાં આવતી હોય છે. પરંતુ સાંસદ કિરીટ સોલંકીના ઘરમાં થયેલી ચોરીમાં શું પોલીસ સ્ટેશનમાં નોંધણી કરવામાં આવી હશે તેવા વેધક સવાલ ઉભા થાય છે. બીજી તરફ પકડાયેલ આરોપીઓ એવું પણ રટણ કરે છે કે ઘરમાં અન્ય વ્યક્તિની પણ અવર જવર છે. અન્ય નોકર પણ ઘરમાં છે. ત્યારે પોલીસ દ્વારા ઘરના અન્ય નોકરોની પણ પૂછપરછ અને ક્રોસ ઇન્કવાયરી શરૂ કરાઇ છે.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર