KUTCH માં માણસ કરતા પશુ વધારે પરંતુ હવે આવી છે ખુબ જ ગંભીર સ્થિતિ
જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે. કચ્છ જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. જેમ માનવીને વિવિધ જાતના રોગો થતા હોય છે તેવી જ રીતે માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી ગાયોમાં લમ્પી સ્કિન ડીસીઝ નામનો રોગ ફેલાયો છે. જેને કારણે ગાયોને શરીર પર ફોડલા પડવા ઉપરાંત તાવ પણ આવે છે, તો ખેડૂતો, માલધારીઓનું કહેવું છે કે અનેક ગાયોના મોત પણ થયા છે.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે. કચ્છ જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. જેમ માનવીને વિવિધ જાતના રોગો થતા હોય છે તેવી જ રીતે માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી ગાયોમાં લમ્પી સ્કિન ડીસીઝ નામનો રોગ ફેલાયો છે. જેને કારણે ગાયોને શરીર પર ફોડલા પડવા ઉપરાંત તાવ પણ આવે છે, તો ખેડૂતો, માલધારીઓનું કહેવું છે કે અનેક ગાયોના મોત પણ થયા છે.
ગુજરાતનો દરિયો તોફાની બન્યો, નદીઓ બેફામ, તંત્રને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ
સરહદી જિલ્લા કચ્છના તાલુકામાં વર્ષોથી પશુપાલન સાથે સંકળાયેલા મોટા માલધારીઓ પાસે 5000થી 6000 જેટલી ગાયો છે. હાલમાં અહીંની ગાયોમાં એક વિચિત્ર બીમારી જોવા મળી રહી છે. આ બીમારીમાં ગાયોને સમગ્ર શરીર પર ઠેર ઠેર ફોડલા થઈ જાય છે. સાથે જ માલધારીઓનું કહેવું છે કે, ગાયોના પગમાં સોજા પણ જોવા મળે છે. પશુઓમાં થતાં આ પ્રકારના રોગને લમ્પી સ્કિન ડીસીઝ તરીકે ઓળખવામાં આવે છે.
GUJARAT CORONA UPDATE: નવા 475 કેસ, 248 દર્દી સાજા થયા એક પણ મોત નહી
માંડવીના બીદડામાં મોટેભાગે લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. બીદડા ગામમાં ગાયોની સંખ્યા ખૂબ વિશાળ છે અને હાલમાં આ ગાયોમાં લમ્પી સ્કિન ડીસીઝ નામની બીમારી ફેલાઈ છે. જેના કારણે આ વિસ્તારની હજારો ગાયો પર જોખમ ઉભુ થયું છે. તો ગાયોમાં આ બીમારી ફેલાયા બાદ અનેક ગાયોના મોત થયા હોવાનું પણ ખેડૂતો, માલધારીઓ જણાવી રહ્યા છે, જેથી વિસ્તારના માલધારીઓમાં ભય ફેલાયો છે. ગાયોને ચેપી રોગ થવાથી રોગચાળો ફાટી નીકળે તે પહેલાં પગલાં ભરવાની માંગ તેમજ ગાયો જે મહામુલું પશુધન બચાવવાની પણ એટલી જ જરૂર છે.
LRD ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર, તમારો નંબર આવ્યો કે નહી જોવા કરો ક્લિક...
લમ્પી સ્કિન ડીસીઝ ગાયોમાં ફેલાયા બાદ ગામની અનેક ગાયોના મોત પણ થયા છે. જે કારણે વિસ્તારના માલધારીઓમાં પોતાની ગાયોને લઈને ચિંતા વધી છે. હાલ ઉનાળો શરૂ થતાં ઘાસચારા અને પાણીની સમસ્યા પણ વિકટ છે ત્યારે ગાયોમાં ફેલાયેલી આ બીમારીના કારણે માલધારીઓમાં આર્થિક નુકસાનની ભિતી પણ સેવાઈ રહી છે. માલધારી તો માંડવી તાલુકાના ગોધરા, કોડાય, બીદડા સહિતના મોટા ગામડાઓમાં ગાયોનો મૃત્યુ આંકવધતો જાય છે. કચ્છમાં આ દરરોજ આંક સેકડોમાં જાય તો પશુધન અને તેના સંલગ્ન લોકોને મોટી પરેશાની થાય છે.
ગુજરાતમાં 34 નેશનલ હાઇવે કામોને મંજુરી, ગામડામાં ગાડી 100 કિલોમીટરની સ્પીડે ચલાવી શકાશે
જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ. હરેશ ઠક્કરે Zee મીડિયા ને જણાવ્યું હતું કે, આ રોગ માટે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પશુઓના લોહીના સેમ્પલ લઈને તેને પરીક્ષણ માટે મોકલાયા છે. તદઉપરાંત ગાયોને એન્ટીબાયોટિક દવાઓ તેમજ વિટામિનની દવાઓ પણ અપાઈ રહી છે. જેથી રિકવરી ઝડપી બને. આ રોગ સામાન્યપણે માખી ઇતરડી જેવા જંતુઓથી ફેલાય છે અને તેમને નિયંત્રણમાં રાખવા પણ ખૂબ જરૂરી બને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube