CID ક્રાઇમના સામાન્ય કોન્સ્ટેબલે મહિનાઓથી સોસાયટી બાનમાં લીધી, અસહ્ય દાદાગીરી છતા પાસા કેમ નહી?
CID માં સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ વર્ષોથી પોતાની લુખ્ખાગીરી ચલાવી રહ્યો છે, વિરોધ કરનાર સીનિયર સિટિજન પર ઘાતક હથિયાર વડે હૂમલો, વૃદ્ધના જીવન મરણ વચ્ચે ઝોલા
* પોલીસ કર્મચારીની સોસાયટીમાં દાદાગીરી
* સોસાયટીણા જ સિનિયર સિટીઝનને માર્યો માર
* અગાઉની ફરિયાદની અદાવત રાખી કર્યો હથિયાર વડે હુમલો
* ગેરકાયદેસર બાંધકામ કર્યા બાદ સોસાયટીમાં વિવાદ થતા કર્યો હુમલો
મૌલિક ધામેચા/ અમદાવાદ : અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી છે. સોસાયટીનાં એક સિનિયર સિટીઝન પર હુમલો કરતા પોલીસકર્મી સહિત ચાર વ્યક્તિઓ વિરુધ ફરિયાદ નોધાઇ છે. જોકે અગાઉ કરેલી ફરિયાદની અદાવત રાખીને પોલીસ કર્મચારી અને તેના પરિવારે મિત્રોને બોલાવી આ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે . જેને પગલે સ્થાનિક રહીશોમાં પણ દહેશત ફેલાઈ છે. જુઓ આ કાયદાનો ભક્ષક પોલીસ કર્મચારીનો સમગ્ર વિસ્તારમાં ખોફ છે છતા પણ સ્થાનિક પોલીસ સતત તેને છાવરી રહી છે.
સોમનાથના દરિયા કિનારે એવું ભવ્ય વોક વે કે જોઇને પ્રેમમાં પડી જશો, 21 કરોડના ખર્ચે પાર્વતી મંદિર
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલીં મહાસુખ નગર સોસાયટીમાં પોલીસ કર્મચારી અને તેના મિત્રો રીતસરની દાદાગીરી કરતા નજરે પડ્યા. એટલું જ નહી એક સિનિયર સીટીઝનને એક્ટિવા પર ઘરે પરત ફરતા દરમ્યાનમાં તેમને અટકાવીને હુમલો કર્યો. ઘટનાની વાત કરીએ કે કૃષ્ણનગર મહાસુખનગરમાં રહેતા 63 વર્ષીય કનકભાઈ શાહએ અગાઉ પોલીસ કર્મચારી ભાવેશ રાવલ અને તેના મિત્ર ભાર્ગવ પટેલે સોસાયટીની ઓફીસમાં પ્રવેશ કરીને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી. જેની અદાવત રાખીને ભાવેશ રાવલ, ભાર્ગવ પટેલ અને તેના મિત્રો તેમજ પરિવાજનોએ લાકડા અને પાઇપોથી કનકભાઈ પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
દેશના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું અમિત શાહે કર્યું લોકાર્પણ, જાણો શું છે બ્રિજની ખાસિયત
આરોપી ભાવેશ રાવલ ગાંધીનગરમાં CID ક્રાઇમના સીઆઈ સેલમાં ફરજ બજાવે છે. છેલ્લા 10 વર્ષથી મહાસુખનગર સોસાયટીમાં રહે છે. ભાવેશ રાવલ અને તેનો મિત્ર ભાર્ગવ પટેલની સોસાયટીમાં દાદાગીરી હોવાનો આરોપ રહીશોએ લગાવ્યો છે. અગાઉ પણ માર્ચ માસમાં સોસાયટીના ચેરમેનનું ઇલેક્શન હતું ત્યારે ભાર્ગવ પટેલ ઇલેક્શનમાં ઉભા હતા. પરંતુ ઇલેક્શન હારી જતા તેઓએ સોસાયટીના કમિટી મેમ્બર સાથે તકરાર અને દાદાગીરી શરૂ કરી હતી. સોસાયટીમાં પ્રવેશ ગેટ લગાવતા મેં મહિનામાં ભાવેશ રાવલે કમિટી મેમ્બર કનકભાઈ શાહ સાથે ઝઘડો કરીને ધમકી આપી હતી.
હનીટ્રેપ બની રહ્યો છે મલાઇદાર ધંધો? સામાન્ય લાગતી આ યુવતીએ કોઇ મહેનત વગર 58 લાખ રૂપિયા પડાવી લીધા
જે બાબતની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ ફરિયાદની અદાવત રાખીને કનકભાઈ પર ફરી હુમલો કરવામાં આવ્યો. એટલું જ નહીં આ બંન્ને મિત્રોએ સોસાયટીના અનેક લોકોને માર માર્યો હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો હતો. હાલમાં કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સોસાયટીના રહીશો પોલીસ કર્મચારીની આવી દાદાગીરીથી પરેશાન છે. એક તરફ કાયદાનો રક્ષક કાયદો હાથમાં લઈને દાદાગીરી કરે છે. જ્યારે બીજી તરફ પોલીસ કર્મચારી હોવાથી પોલીસ છાવરી રહી હોવાનો રોષ રહીશોએ વ્યક્ત કર્યો હતો. ત્યારે સોસાયટીના વિવાદ વચ્ચે ફરી પોલીસની છબી પર સવાલ ઉઠ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube