ઝી બ્યુરો/મહેસાણા: રાજ્યમાં છેલ્લાં 30-30 વર્ષથી ગ્રંથપાલની કાયમી ભરતી થઈ નથી. જેના માટે અનેક વખત માગણી કરવામાં આવી છે. અરજીઓ કરવામાં આવી છે. પરંતુ સરકાર તેના પ્રત્યે ગંભીર ન હોય તેવું લાગે છે. છેલ્લાં 30 વર્ષથી શાળામાં તો 25 વર્ષથી કોલેજોમાં ગ્રંથપાલની કાયમી ભરતી કરાઈ નથી. જેમાં અનુદાનિત અને સરકારી 317 કોલેજ અને 5600 શાળામાં કાયમી ગ્રંથપાલ જ નથી. આ અંગે છેલ્લાં 13 વર્ષમાં ગ્રંથપાલ કર્મચારી મંડળે 94 આવેદનપત્ર આપ્યા છે. પરંતુ હજુ સુધી કાયમી ગ્રંથપાલની નિમણૂંક કરાઈ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેશે! બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ આ વિસ્તારોને તરબોળ કરશે


રાજ્યમાં છેલ્લા 30 -30 વર્ષથી ગ્રંથપાલ ની કાયમી ભરતી થઈ નથી. જેની ભરતી કરવા માંગણીઓ થઈ રહી છે પરંતુ સરકાર ના આંખ આડા કાન છે. ગ્રંથપાલ કર્મચારી મંડળ ની માંગણીઓ મુજબ 30 વર્ષથી રાજ્યમાં ગ્રંથપાલ ની ભરતી જ થઈ નથી જે ભરતીઓ કરવામાં આવે. તેમના જણાવ્યા મુજબ 30 વર્ષથી શાળાઓમાં, 25 વર્ષથી કોલેજોમાં ભરતી થઈ નથી. 


કોણ છે ગુજરાતની શાંતિના દુશ્મન?ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો,સ્થિતિ તંગ


જેમાં અનુદાનિત અને સરકારી 317 કોલેજો અને 5600 શાળાઓમાં કાયમી ગ્રંથપાલ જ નથી. આ અંગે છેલ્લા 13 વર્ષમાં ગ્રંથપાલ કર્મચારી મંડળે 94 આવેદનપત્ર આપ્યા છે. આવેદનપત્ર દ્વારા 13 વર્ષમાં CM, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, શિક્ષણ કમિશનર ને રજૂઆતો કરાઈ છે પરંતુ આ અંગે કામગીરી ચાલુ હોવાની માત્ર વાતો જ સાંભળવા મળે છે.


લવ બોમ્બિંગ શું છે? નવા લવરો ખાસ જાણી લેજો આ હકીકત, નહિ તો આવશે પસ્તાવાનો વારો