દિનેશ ચંદ્રાવાડીયા/ ઉપલેટા : સરકાર દ્વારા સૂત્ર આપવા માં આવ્યું છે કે "પઢે ગુજરાત, બઢે ગુજરાત" પરંતુ આ સૂત્ર પોકળ સાબિત થતું હોય તેવું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જોવા મળ્યું. અહીં સરકારી શાળા નંબર - ૧૪ એ છેલ્લા ૪૦ વર્ષથી રોડ ઉપર આવેલ કોમર્શિયલ  દુકાનોમાં ચાલે છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કુંભારવાડા વિસ્તારમાં શાળા નંબર / ૧૪ આવેલ છે. અહીં ૧૮૨થી પણ વધારે વિદ્યાર્થીઓ ૧ થી ૮ ધોરણ સુધી અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાએ સરકારની શિક્ષણ પ્રત્યેની નીતિનું ખાસ ઉદારણ બનેલ છે. સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર આપવામાં આવે છે, જો કે અહીં સરકારના તમામ દાવા પોકળ સાબિત થતા જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં 12 ચોપડી ભણેલા બોગસ ડોક્ટરની SOG દ્વારા ધરપકડ


શાળા નંબર ૧૪ ૧૯૭૩થી શરૂ થઇ અને છેલ્લા ૪૦ વર્ષથી હાલ જ્યાં ચાલે છે તે ધોરાજીના સ્વામીનારાયણ મંદિરની કોમર્શિયલ દુકાનોમાં જ ચાલે છે. આ દુકાનો કુંભારવાડાના મેઈન રોડ ઉપર આવેલ છે. અહીંથી સતત સામાન્ય લોકોની અને વાહનોની અવર જવર ચાલુ જ હોય છે. આ દુકાન શાળા રોડ ઉપર જ હોય, જેથી પશુઓની રંજાડ પણ હોય છે. માત્ર ૧૦ બાય ૧૨ના રૂમો કે જેમાં હવા ઉજાસ માટે કોઈ બારી પણ નથી. તેવા લોખંડના શટ્ટરવાળી દુકાનોમાં બેસીને આ બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા ૪૦ વર્ષથી દુકાનોમાં ચાલતી આ શાળામાં ZEE ૨૪ કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. 


સુવર્ણતક: AMC પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવા લોકોને વ્યાજમાંથી આપી રહી છે મુક્તિ


છેલ્લા ૪૦ વર્ષથી ૯ જેટલી દુકાનોમાં ચાલી રહેલ આ શાળાએ ધોરાજી શહેરના મધ્યમાં આવેલી છે. નવી શાળા બનાવવાની જવાબદારી સરકારીતંત્રની હોય છે, પરંતુ તંત્રને વહી ગયેલ ૪૦ વર્ષમાં શાળા માટે હજુ સુધી કોઈ યોગ્ય જમીન કે જગ્યા મળી નથી. જવાબદાર અધિકારી હજુ પણ બેજવાદારી પૂર્વક નિંભર રીતે જવાબ આપતા જણાય છે. જયારે શાળાના શિક્ષકોએ તો આ બાબતે કંઈપણ કહેવાનો નનૈયો કર્યો હતો. જાહેર રોડ ઉપર આવેલ દુકાનોમાં બેસીને અભ્યાસ કરતા આ નાના બાળકોનો અવાજ છેલ્લા ૪૦ વર્ષથી કોઈ સરકારી અધિકારી કે નેતાના કાને સંભળાતો નથી. કોઈ પણ સુવિધા વગર અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓને જોતા પ્રશ્ન થાય કે "ઐસે પઢેગા ગુજરાત, તો કૈસે બઢેગા ગુજરાત" ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube