સુવર્ણતક: AMC પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવા લોકોને વ્યાજમાંથી આપી રહી છે મુક્તિ

વર્ષના અંતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાષકોએ બે વર્ષના સમયગાળા બાદ ટેક્સ રીબેટ સ્કીમની જાહેરાત કરી છે. જે અંતર્ગત બાકી પ્રોપર્ટી ટેક્સ ભરી દેનારા કરદાતાઓના  ટેક્સના વ્યાજમાં 50 ટકાથી લઇને સંપૂર્ણ વ્યાજ માફી સુધીની જાહેરાત કરવામાં આવી છે. ઝુપટપટ્ટીઓને બાકી વ્યાજમાં સંપૂર્ણ માફી જ્યારે અન્ય મિલ્કતધારકોને વ્યાજમાં 50 ટકાની રાહત આપવામાં આવશે. 
સુવર્ણતક: AMC પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવા લોકોને વ્યાજમાંથી આપી રહી છે મુક્તિ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : વર્ષના અંતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાષકોએ બે વર્ષના સમયગાળા બાદ ટેક્સ રીબેટ સ્કીમની જાહેરાત કરી છે. જે અંતર્ગત બાકી પ્રોપર્ટી ટેક્સ ભરી દેનારા કરદાતાઓના  ટેક્સના વ્યાજમાં 50 ટકાથી લઇને સંપૂર્ણ વ્યાજ માફી સુધીની જાહેરાત કરવામાં આવી છે. ઝુપટપટ્ટીઓને બાકી વ્યાજમાં સંપૂર્ણ માફી જ્યારે અન્ય મિલ્કતધારકોને વ્યાજમાં 50 ટકાની રાહત આપવામાં આવશે. 

આ સ્કિમનો લાભ આગામી 16 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી 2020 સુધી લઇ શકાશે. નોંધનીય છેકે આ યોજનાનો લાભ ચાલુ નાણાકીય વર્ષમાં લાગુ નહી પડે. વર્તમાન નાણાકીય વર્ષમાં 10 જાન્યુઆરી સુધી પ્રોપર્ટી ટેક્સના 810.65 કરોડ, પ્રોફેશલ ટેક્સના 147.89 કરોડ તેમજ વ્હીકલ ટેક્સના 66.70 કરોડ મળી 1025.24 કરોડની આવક થઇ છે. એએમસી દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 1300 કરોડના ટેક્સની આવકનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. મહત્વનુ છેકે એએમસીના ચોપડે કુલ રૂ.3900 કરોડનો બાકી ટેક્સ બોલે છે. જે વિવિધ લોકો પાસેથી વસુલવાનો બાકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news