મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદ શહેરમા ચોમાસા બાદ પણ મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. મચ્છરજન્ય રોગચાળાની સાથે પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઉચકયું છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો થયો છે. તો મચ્છરજન્ય રોગચાળાની સાથે કમળો અને ટાઈફોડના કેસો વધતા હેલ્થ વિભાગમાં દોડધામ મચી ગઇ છે. ચાલુ મસમાં ડેન્ગ્યુના 81 અને ચિકનગુનિયાના 79 કેસો નોંધાયા છે. ડિસેમ્બરમાં કમળો અને ટાઈફોડના કેસો ખૂબ વધારો થયો છે. ડિસેમ્બરમાં કમળાના 96 અને ટાઈફોડના 109 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બાદ પાણીજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ahmedabad Civilમાં સફળ સર્જરી, 2 વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ, બલ્બના ઇલેકટ્રોડ્સ શ્વાસનળી- ફેફસા વચ્ચે ફસાયા...


મચ્છરજન્ય રોગચાળો અટકાવવા દવાનો છંટકાવ અને ફોગીંગની કામગીરી શરૂ કરાઇ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ડેન્ગ્યુના 21 કેસો નોંધાયા હતા. જેની સામે ચાલુ વર્ષે ડિસેમ્બરમાં ડેન્ગ્યુના 44 કેસો નોંધાયા છે. 2020માં ડેન્ગ્યુના 432 કેસો નોંધાયા હતા. જેની સામે 2021માં ડેન્ગ્યુના 3036 કેસો નોંધાયા છે. 2020માં ચિકનગુનિયાના 923 કેસો નોંધાયા હતા. જો કે તંત્રના તમામ દાવાઓ વચ્ચે રોગચાળો એટલો વકરી ચુક્યો છે કે ઘરેઘરે ખાટલા જોવા મળી રહ્યા છે. 


Naswadi ના લીંડા ગામે સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને ભોજનમાં અપાય છે ઇયળ અને જીવડા! થાળીઓ વગાડી હોબાળો


જેની સામે 2021માં 1677 કેસો નોંધાયા છે. ગત વર્ષે ડિસેમ્બરમાં કમળાના 21 કેસ નોંધાયા હતા. જેની સામે આ વર્ષે ડિસેમ્બરમાં કમળાના 96 કેસો નોંધાયા છે. ગત વર્ષે કમળાના 664 કેસો નોંધાયા હતા. જેની સામે ચાલુ વર્ષે 1364 કેસો નોંધાયા છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ટાઈફોડના 119 કેસો નોંધાયા હતા. જેની સામે ચાલુ વર્ષે ડિસેમ્બરમાં 109 કેસ નોંધાયા છે.  એક તરફ કોરોનાનો કહેર તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ખુબ જ વકરી રહ્યો છે. જો કે તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube