ચેતન પટેલ/સુરત : શહેરનાં 35 જેટલા યુવાનો કલામ નામનું એક ખાસ રોકેટ બનાવી રહ્યા છે. જેમાં કેનેડાની સેટેલાઈટ સ્પેસ કંપનીનું સેટેલાઈટ તેઓ દક્ષિણ ભારતથી વર્ષ 2023 માં લોન્ચ કરશે. 8 મીટરની ઊંચાઈ ધરાવતું આ રોકેટ સંપૂર્ણપણે સ્વદેશી છે. આ રોકેટ સેટેલાઈટને સ્પેસમાં લઈ પણ જશે અને પરત ભારત પણ લઈ આવશે. જેનાં થકી મહત્વપૂર્ણ ડેટા મેળવી શકાશે. આ ડેટાનાં માધ્યમથી નવા કોમ્પોનેન્ટ મોટા સેટેલાઈટમાં વાપરી શકાય કે નહીં તે અંગે પણ જાણકારી મેળવી શકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારનું નાક દબાવતા સંમેલનો? રાજકોટમાં તમામ પક્ષના પાટીદાર નેતાઓ દ્વારા બે મોટી માંગ...


સ્પેસ રિસર્ચ કરનાર યુવાનોએ રોકેટનું નામ 'કલામ' રાખ્યું છે. રોકેટમાં ઉપયોગમાં લેવામાં આવેલ એન્જીન, કોમ્પ્યુટર, સ્ટ્રક્ચર અને લોન્ચ પેડ તેમજ ડેસપેડ તમામ વસ્તુઓ ભારતની છે. રોકેટ  લોન્ચ થયાં બાદ જ્યારે તે 150 કિમીની ઝડપથી પરત નીચે ધરતી પર આવશે ત્યારે 2 કિલોમીટર પહેલા તેનું મુખ્ય પેરાશૂટ ખુલી જશે. જે તેની સ્પીડ ઓછી કરશે. જેથી સેટેલાઈટ સુરક્ષિત લેન્ડ થઈ શકે. કેનેડાની સેટેલાઈટ સ્પેસ કંપનીનું સેટેલાઈટ તેઓ દક્ષિણ ભારતથી લોન્ચ કરશે. આ રોકેટ સેટેલાઈટને સ્પેસમાં લઈ પણ જશે અને પરત ભારત પણ લઈ આવશે. જેનાં થકી મહત્વપૂર્ણ ડેટા મેળવી શકાશે. આ ડેટાનાં માધ્યમથી નવા કોમ્પોનેન્ટ મોટા સેટેલાઈટમાં વાપરી શકાય કે નહીં તે અંગે પણ જાણકારી મેળવી શકાશે. 


BHUJ ની મહિલાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું, KBC માં જઇને મચાવી ધુમ


રોકેટ બનાવનાર ટીમનાં સભ્ય સન્ની કાબરાવાલાએ કહ્યું કે, અમે તેને વર્ષ 2023માં લોન્ચ કરીશું. જે વિદ્યાર્થીઓના એક્સપરિમેન્ટને ઓછા ખર્ચમાં લઈ જશે અને તે પરત પણ આવશે. જેથી વિદ્યાર્થીઓ તેને મોડીફાઇડ કરી ફરી સ્પેસમાં ઓછા ખર્ચે લોન્ચ કરી શકશે. રોકેટની ઊંચાઈ 8 મીટર છે. કેનેડાની સ્પેસ કંપની સાથે અમે કોન્ટ્રેક્ટ કર્યો છે. તેઓ એ સેટેલાઈટ ડેવલપ કર્યું છે. જેથી વિદ્યાર્થીઓ આ સેટેલાઈટ તેમને માટે લોન્ચ કરશે તેમજ આ સેટેલાઈટ બાળકો માટે ખાસ ઉપયોગી રહેશે. તેને વિદ્યાર્થીઓ ડેવલોપ કરી રહ્યાં છે. તેમનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓને સેટેલાઈટ બિલ્ડિંગ અને સ્પેસ મિશન અંગે એક્સપિરિયન્સ થાય તેનો છે. 


GUJARAT CORONA UPDATE: રાજ્યમાં ફરી એકવાર માથું ઉચકી રહ્યો છે કોરોના? આંકડા જોઇ પરસેવો વળી જશે


જે નવા ઇલેક્ટ્રોનિક્સ મટીરીયલ તૈયાર થાય છે તેને ડાયરેક્ટ મોટા સેટેલાઈટ વાપરી શકતા નથી. જે નવા ઇલેક્ટ્રોનિક્સ મટીરીયલ જે તૈયાર થાય છે તેને ડાયરેક્ટ મોટા સેટેલાઈટ વાપરી શકતા નથી માટે તેને સ્પેસ જેવા એન્વાયરમેન્ટમાં ટેસ્ટ કરવાનું હોય છે. આવી પરિસ્થિતિમાં તેમનું 'કલામ રોકેટ' ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ પહેલા પણ 60 થી ઉપર નાના સ્કેલનાં હાઇપાવર રોકેટ કે જેની લંબાઈ એકથી બે મીટર હોય છે તેને લોન્ચ કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube