સરકારનું નાક દબાવતા સંમેલનો? રાજકોટમાં તમામ પક્ષના પાટીદાર નેતાઓ દ્વારા બે મોટી માંગ...

જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવતી જઇ રહી છે. તેમ તેમ એક પછી એક સમાજ દ્વારા સરકાર પાસે વિવિધ માંગણીઓના નામે નાક દબાવવાનું શરૂ કર્યું છે. આજે જસદણમાં પાટીદારોનું એક મહાસંમેલન આયોજીત થયું હતું. જેમાં તમામ પાટીદાર અગ્રણી અને નેતાઓ દ્વારા પોતાના પક્ષની લાઇન છોડીને પાટીદાર સમાજના એકસુત્રી કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ - ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જસદણમાં પાટીદાર સમાજ એક મંચ પર જણાવ્યું કે, પાટીદાર શૈક્ષણિક ભવનનું નિર્માણ થયુ તેનું લોકાર્પણ કરવામાં આવશે. 
સરકારનું નાક દબાવતા સંમેલનો? રાજકોટમાં તમામ પક્ષના પાટીદાર નેતાઓ દ્વારા બે મોટી માંગ...

ગૌરવ દવે/રાજકોટ : જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવતી જઇ રહી છે. તેમ તેમ એક પછી એક સમાજ દ્વારા સરકાર પાસે વિવિધ માંગણીઓના નામે નાક દબાવવાનું શરૂ કર્યું છે. આજે જસદણમાં પાટીદારોનું એક મહાસંમેલન આયોજીત થયું હતું. જેમાં તમામ પાટીદાર અગ્રણી અને નેતાઓ દ્વારા પોતાના પક્ષની લાઇન છોડીને પાટીદાર સમાજના એકસુત્રી કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ - ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જસદણમાં પાટીદાર સમાજ એક મંચ પર જણાવ્યું કે, પાટીદાર શૈક્ષણિક ભવનનું નિર્માણ થયુ તેનું લોકાર્પણ કરવામાં આવશે. 

પાટીદારો પર કરવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવ્યા નથી. તમામ કેસો પરત ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજુઆત કરી અને ફરી કરીશું. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય આવ્યે બતાવીશું. આ ઉપરાંત વરુણ પટેલનું મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, પાટીદાર આંદોલનકારીઓ આજે એક જ મંચ પર સમાજના હિતમાં એકત્ર થયા છે. આંદોલનકારીઓ સમાજ માટે લડી રહ્યા હતા અને હજી પણ લડી રહ્યા છે. અમે તો રાજકીય પક્ષો સાથે જોડાયેલા છીએ. આગામી સમયમાં 2022ની ચૂંટણીમાં પાટીદાર સમાજ તાકાત બતાવશે. 

રાજકોટ - SPG અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું કે, અમારી માત્ર બે માંગણીઓ છે. શહીદ પરિવારોને નોકરી અને કેસ પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છીએ. પાટીદાર મુખ્યમંત્રી છે ત્યારે અમે વડીલોને સાથે રાખીને રજૂઆત કરીશું. અમારી માંગણીઓ 6 વર્ષ થી પુરી કરવામાં આવી નથી. પાટીદાર સમાજ દ્વારા આ અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે. આટલા મોટા સમાજની માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે.

જસદણ પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાર્દિક પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ હજી પણ અધૂરી છે. પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં માંગ અધુરી રહેતા સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોંગ્રેસ આ જ મુદ્દે પાટીદાર સમાજ સાથે હોવાનો નિવેદન આપ્યું હતું. રાજકોટના જસદણમાં આજે પાટીદાર સમાજ એક મંચ પર એકત્ર થયો હતો. પાટીદાર આંદોલનકારીઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કરવામાં આવશે. આંદોલનમાં શાહિદ થયેલા 14 વિરોના સ્મારકનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે એકત્ર થયેલા નેતાઓએ એક જ માંગ કરી હતી. પાસ નેતા ગીતા પટેલે જણાવ્યું કે, 2017માં પાટીદાર આંદોલન પછી કરવામાં આવેલા ખોટા કેસો પરત ખેંચવામાં આવ્યા નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે પણ અમારી માંગ આજ હતી અને હવે તો અમારા મુખ્યમંત્રી છે. હવે તો અમે હક્કથી માંગણીઓ કરીશું. આજે પણ બેઠકમાં આજ મુદ્દાની માંગણીઓ કરીશું.

દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, અમારી માંગણીઓ સરકાર પાસે કરેલી જ છે. સરકારની જે યોજનાઓ છે તે આજે અમે અમારા સમાજ સુધી પહોંચાડવા પ્રયાસ કરીશું. આજે આ કાર્યક્રમમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને SPG અધ્યક્ષ લાલજી પટેલ પણ હાજર રહ્યા હતા. આંદોલનકારી નેતાઓ એક મંચ પર ઉપસ્થિત થતા રાજકારણ ગરમાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news