હવે એક સાથે બે સ્વેટર પહેરવા પડશે! આ તારીખથી પડશે ગાત્રો થીજવતી ઠંડી, જાણો ભયંકર આગાહી
Gujarat Winter: ગુજરાતના 15થી વધુ શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. નલિયા 12.2 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. હવામાન વિભાગના મતે ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ પસાર થઈ ચૂકી છે ત્યારે હવે કમોસમી વરસાદ પડવાની કોઇ શક્યતા નથી.
Gujarat Winter: ગુજરાતમાં માવઠા પછી હવે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. માવઠા પછી ગુજરાત ઠંડુગાર બન્યું છે. ગુજરાતના 15થી વધુ શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. નલિયા 12.2 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. હવામાન વિભાગના મતે ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ પસાર થઈ ચૂકી છે ત્યારે હવે કમોસમી વરસાદ પડવાની કોઇ શક્યતા નથી.
ફરી હવામાને ગુજરાતને ચેતવ્યું! બે દિવસ આ જિલ્લાઓમાં ફરી કમોસમી વરસાદ સત્યનાશ વારશે!
આ સાથે જ મંગળવારથી હવામાન વિભાગે ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના લોકો હવે ઠંડીના ચમકારોનો અનુભવ કરશે. તો ડિસેમ્બરના પ્રારંભથી તો હાડ થિજાવતી ઠંડી પડવાની હવામાન વિભાગને આગાહી કરી છે.
ગુજરાત આવી રહેલી સ્પેશિયલ ટ્રેનમાં અચાનક બિમાર પડ્યા મુસાફરો, ઝાડા ઉલટી થતાં દોડધામ
ગુજરાતમાં બીજા ક્રમે ભુજમાં 15.6 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 16.6 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 17.6 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોટા ભાગના શહેરમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં એકાએક ત્રણથી ચાર ડિગ્રી નીચે ગગડ્યો છે. રવિવારે કમોસમી વરસાદ વરસ્યા પછી ઠંડીની પ્રમાણ વધી ગયું છે. ડિસેમ્બર મહિનામાં અંતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે.
ગુજરાતમાં વરસાદે ખેડૂતોનું ગણિત બગાડ્યું! મોઢે આવેલો કોળિયો છીનવ્યો, નુકસાન જોઈ જીવ
માવઠા બાદ ઠંડીનો ચમકારો
ગઇકાલે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો ભુજ અને ડીસામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માવઠા બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યના 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. મહત્વનું છે કે, આગામી 4-5 દિવસ ઠંડીમાં આંશિક ઘટાડાની શક્યતા છે. નલિયા 13.6 ડિગ્રીએ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સાથે રાજ્યમાં બીજા ક્રમે ભૂજમાં 15.8 ડિગ્રી તાપમાન તો કંડલામાં 16, અમરેલીમાં 17 ડિગ્રી તાપમાન અને પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
OBC કમિશન શોભાના ગાંઠીયા સમાન? કમિશનની કામગીરી સ્પષ્ટ કરવા સરકારને હાઈકોર્ટની ટકોર