ગાંધીનગર : ડિસેમ્બર સુધીમાં ગુજરાત ભાજપમાં ધરખમ ફેરફાર થશે. પ્રદેશ પ્રમુખથી માંડી પ્રદેશની ટિમમાં કેટલા નવા ચહેરાઓની એન્ટ્રી થશે. તો કેટલાક જુના ચહેરાઓની એકત્ર થશે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી જ મળ્યા શકે. ડિસેમ્બર મહિનામાં પ્રદેશ ભાજપનું સંગઠન પર્વ સમાપ્ત થશે. આ સાથે જ પ્રદેશ ભાજપને તેમના પ્રદેશ પ્રમુખથી લઈ મંડળ સમિતિ સુધીના નવા સંગઠનના હોદેદારો મળી જશે. પ્રદેશ ભાજપના આ સંગઠન પર્વ દરમ્યાન નવા મંડલ પ્રમુખોની નિમણૂક સાથે બદલવાનો પ્રારંભ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્લોથ રીંછ, ગોલ્ડન શિયાળ સહિત વિશ્વનાં અલભ્ય પ્રાણીઓ બનશે સક્કરબાગની શાન


ત્યાર બાદ તબક્કા વાર જિલ્લા તેમજ શહેર સંગઠન અને ડિસેમ્બર મહિનાના અંતમા નવા પ્રદેશ પ્રમુખ સાથે નવી ટીમની રચના સાથે પૂર્ણ કરવામાં આવશે. પ્રદેશ ભાજપનું આ સંગઠન પર્વ દર 3 વર્ષે યોજતું હોય છે. જે અંતર્ગત નવા પ્રાથમિક સભ્યોનો નોંધણીથી તેનો પ્રારંભ થતો હોય છે. આ વખતે પણ પ્રદેશ ભાજપે 48 લાખ નવા પ્રાથમીક સભ્યોની નોંધણી સાથે હવે સક્રિય સભ્યોની કામગીરી પણ પૂર્ણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર 3 વર્ષે ભાજપ દ્વારા સંગઠનમાં પરિવર્તન કરવામાં આવતું હોય છે. 


લીલાદુષ્કાળથી મહીસાગરનાં ખેડૂતોની કફોડી સ્થિતી, બહેરૂ તંત્ર સાંભળવા તૈયાર નહી


ગુજરાત કોંગ્રેસનું માળખુ વિખેરાયુ: જુથવાદ અને અસંતોષનું ભુત ફરી ધુણશે?


હવે મંડળ સમિતિ, જિલ્લા સમિતિ અને ત્યારબાદ પ્રદેશ સમિતિની નિમણૂક કરવામાં આવશે. પ્રદેશ ભાજપના સંગઠનમાં પરિવર્તનનો દોર હવે ચાલુ થઈ ગયો છે. ત્યારે અનેક નામો જિલ્લા અને પ્રદેશના હોદ્દાઓ અંગે ચર્ચાઇ રહ્યા છે. તો બીજી તરફ સંગઠનના લોકોએ પણ પોતાની ગોઠવણ માટે મોટા મોટા નેતાઓ પાસે પહોંચી ગયા છે. નેતાઓ પણ પોતાના માનીતા લોકો સંગઠનમાં આવે તે માટેની ગોઠવણ કરવા લાગ્યા છે.