હિતલ પારેખ, ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે આજે કેબિનેટ બેઠકમાં લેવાયેલા કેટલાક મહત્વના નિર્ણયોની માહિતી આપી. તેમણે કહ્યું કે રાજ્યમાં 30 ટકા લોકોએ અનાજનો વિનામૂલ્યે મળતો જથ્થો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અપીલને માન આપીને જતો કર્યો. આ ઉપરાંત ખેડૂતો માટે મહત્વની વાત કરતા કહ્યું કે પહેલી મેથી 5મી મે સુધીમાં બાકી રહી ગયેલી તુવેરની ખરીદી થઈ શકશે. આ ઉપરાંત પહેલી મે થી ચણા અને રાયડાની પણ ખરીદી કરાશે. ગુજકોમાસોલને આ કામગીરી સોંપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે ઉનાળામાં પીવાના પાણીને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટરોને દેખરેખ માટે આદેશ અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત તેમણે કહ્યું કે હેન્ડપંપ બગડી ગયા હોય કે પાણી ઊંડું જતું રહ્યું હોય તો તેને રિપેર કરીને ચાલુ કરાવવામાં આવે તેવો મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. જ્યાં લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં રહે છે તેવા પબ્લિક પ્લેસ, એપીએમસી માર્કેટ કે અન્ય જગ્યાઓ પર થર્મલ ગનનો ઉપયોગ કરીને સ્ક્રિનિંગ કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO



અશ્વિનીકુમારે વધુમાં કહ્યું કે મનરેગા હેઠળના કામો સુજલામ સુફલામ જળ અભિયાન ઝડપથી શરૂ થાય તેવી સૂચના મુખ્યમંત્રીએ કલેક્ટરોને આપી છે. વડાપ્રધાન આવાસ યોજનાના કામો પણ ઝડપથી શરૂ કરવા માટે મુખ્યમંત્રીએ કલેક્ટરને આદેશ કર્યો છે. એન.એફ.એસ.એ ધરાવનારા 65 લાખ લોકોને સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ પહોંચાડવામાં આવ્યું છે. રાજ્યમાં 30 ટકા લોકોએ અનાજનો વિનામૂલ્ય જથ્થો મુખ્યમંત્રીની અપીલને માન આપીને જતો કર્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube