Gujarat Congress: લોકસભાની ચૂંટણી આજે જાહેર થવાની છે. ગુજરાતમાં 26 લોકસભાની સીટ માટે ભાજપે 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે પણ 4 બેઠકો માટે કોકડું ગૂચવાયું છે. કોંગ્રેસને ઉમેદવારો જ ન મળતા 24માંથી ફક્ત 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી શકી છે. કોંગ્રેસના જૂના જોગીઓએ તો પારઠોનાં પગલાં ભરીને એડવાન્સમાં જ ચૂંટણી લડવાનો નનૈયો ભણી દીધો છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં પણ ધારાસભ્યોનો સહારો લીધો છે. હવે બીજી યાદી ટૂંક સમયમાં જ જાહેર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ PI ખાચરના વટાણા વેરાઈ ગયા: પ્રેમનો ઈન્કાર ભારે પડ્યો, હવે છે આ વિકલ્પ


કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં ભાજપને 26માંથી 26 બેઠકો જીતી હેટ્રીક બનાવતાં અટકાવવા માગે છે પણ હવે સમય ઓછો છે. ભાજપ પાસે સરકાર, સંગઠન અને તોતિંગ રૂપિયા તેમ જ કાર્યકરોની ફૌજ છે જે સામે કોંગ્રેસ રણીધણી વગરની છે. ઉમેદવારોએ પોતાના ખર્ચે ચૂંટણી લડવી પડે તેવી સ્થિતિ છે. ગુજરાતમાં 7 બેઠકોના ઉમેદવાર જાહેર થયા બાદ નવા 7 ઉમેદવારોના નામ જાહેર થાય તેવી સંભાવના છે. 


આ ગેંગના નિશાને હતો અંબાણીનો પ્રસંગ, સિક્યોરિટી જોઈ પ્લાન બદલ્યો'ને અહીં પાડ્યો ખેલ!


જાણો કઈ બેઠક પર કોણ દાવેદાર


ગુજરાતમાં કોંગ્રેસ સાબરકાંઠાની બેઠક પરથી જશુભાઇ પટેલ અથવા રાજેન્દ્ર સિંહ કુપાવતને લોકસભાના ઉમેદવાર બનાવે તેવી સંભાવના છે. આ બંને નેતાઓના નામ હાલમાં ચર્ચામાં છે. પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોરનું નામ સૌથી આગળ છે. ભાજપે ભરતસિંહ ડાભીને રીપિટ કરતાં એક સમયે ભાજપના જાયન્ટ મંત્રી બળવંતસિંહ રાજપૂતને હરાવનાર ચંદનસિંહને કોંગ્રેસ પાટણ લોકસભાના ઉમેદવાર બનાવી શકે  છે. આમ પાટણ લોકસભા પર ખેરાલુના ભરતસિંહ અને સિદ્ધપુર-વાગદોડના ચંદનસિંહ વચ્ચે જંગ ખેલાય તો નવાઈ નહીં. મહેસાણા લોકસભા બેઠક પર બળદેવજી ઠાકોર બની શકે પહેલી પસંદ, કોંગ્રેસ પાસે બળદવેજી ઠાકોર સિવાય વિકલ્પ નહીં હોવાની ચર્ચા છે. બળદેવજી ઠાકોર એ મૂળ કડીથી ચૂંટણી લડતા હતા પણ એમને પણ નીતિન પટેલની જેમ બેઠક છોડવી પડી હતી. 


ગુજરાતની 4 બેઠક પર કયા નામ રેસમાં સૌથી આગળ? આમને લાગી શકે છે લોટરી


ગત લોકસભાની ચૂંટણીમાં તેઓ કલોલથી ચૂંટણી લડ્યા હતા પણ હારી ગયા હતા. કડીથી નીતિન પટેલ મહેસાણા આવ્યા હોવાથી બળદેવજી પણ અહીંથી ચૂંટણીમાં ઝંપલાવે તો નવાઈ નહીં.. ગાંધીનગર બેઠક પર સોનલબેન પટેલ અથવા લાલજી દેસાઇની શક્યતા છે. ભાજપના અહીં અમિત શાહ ઉમેદવાર છે. ભાજપે આ બેઠક 10 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. જૂનાગઢ લોકસભા માટે જલ્પાબેન ચુડાસમા અથવા હિરાભાઇ જોટવાને ટિકિટ મળી શકે છે. ભાજપને અહીં ઉમેદવાર મળી રહ્યો ન હોવાથી રાજેશ ચુડાસ્મા રીપિટ થાય તેવી સંભાવના છે. ચુડાસ્મા પર થયેલા આક્ષેપોમાં સમાધાનની ચર્ચા છે. છોટાઉદેપુર લોકસભા બેઠક માટે સુખરામભાઇ રાઠવાનું નામ ચાલી રહ્યું છે. જેઓ જશુ રાઠવાને ટક્કર આપી શકે છે. પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ અથવા દુષ્યંતસિંહ ચૌહાણને કોંગ્રેસ ટિકિટ આપી લોકસભા લડાવી શકે છે. 


ગુજરાતની 26 બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ પણ અમિત શાહની સીટનો અધધ...છે ટાર્ગેટ


સાત બેઠકોના ઉમેદવાર અંગે લેવાઇ શકે છે નિર્ણય 


  • સાબરકાંઠા બેઠક પર જશુભાઇ પટેલ અથવા રાજેન્દ્ર સિંહ કુપાવતની શક્યતા 

  • પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોરનું નામ સૌથી આગળ 

  • મહેસાણા લોકસભા બેઠક પર બળદેવજી ઠાકોર બની શકે પહેલી પસંદ 

  • ગાંધીનગર બેઠક પર સોનલબેન પટેલ અથવા લાલજી દેસાઇની શક્યતા 

  • જૂનાગઢ લોકસભા માટે જલ્પાબેન ચુડાસમા અથવા હિરાભાઇ જોટવા 

  • છોટાઉદેપુર લોકસભા બેઠક માટે સુખરામભાઇ રાઠવા આગળ 

  • પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ અથવા દુષ્યંતસિંહ ચૌહાણ


અમદાવાદ કોંગ્રેસ સંગઠનના માળખામાં મોટો ફેરફાર થયો છે. કોંગ્રેસ અમદાવાદના ગઢમાં ગાબડા પાડવા માગે છે. અમદાવાદ કોંગ્રેસનું સંગઠન વિખેરી નવા પાયે નિમણુંક કરાઈ છે. હિંમતસિંહ પટેલને શહેર પ્રમુખ બનાવ્યા બાદ દરેક વોર્ડમાં કોંગ્રેસે બે વોર્ડ પ્રમુખ જાહેર કર્યા છે. આ સિવાય ખજાનચી, પ્રવક્તા, ઉપપ્રમુખ, મહામંત્રીના નામોની પણ જાહેરાત કરાઈ છે. કોંગ્રેસે 4 લોકસભા, 16 વિધાનસભા , 48 વોર્ડને ધ્યાનમાં રાખીને નિમણૂંક કરી છે. 


એક નાનકડી ચિપ ગુજરાતમાં કરશે નોકરીઓની રેલમછેલ! જાણો તેના વિશે અને શેમાં થશે ઉપયોગ


કોંગ્રેસ ફરી મરણિયા પ્રયાસો કરી રહી છે પણ હવે સમય ઓછો છે. લોકસભા પહેલાં કોંગ્રેસ મરણપથારીએ પહોંચી હોય તેમ રાજ્યમાં સંગઠનનો અભાવ છે હવે અંતિમ તબક્કાના ફેરફારો તમને મોટો લાભ કરી શકે તેવી સ્થિતિમાં નથી. ગુજરાતમં કોંગ્રેસની ખરાબ હાલત પાછળ કોંગ્રેસના નેતાઓ જ જવાબદાર છે. રાજ્યની પ્રજાએ ભાજપની સામે જ મત આપ્યા હતા પણ કોંગ્રેસના નેતાઓ આ મતનું મૂલ્ય સમજી શક્યા નથી. ભાજપે સંગઠનની તાકાતે પોતાની વોટબેંકમાં મસમોટો વધારો કરી દીધો છે પણ કોંગ્રેસ પ્લસ થવાને બદલે ડાઉન થઈ છે. 


ભારતની સીધી ચીમકી, મહેરબાની કરીને જ્ઞાન આપવાનું બંધ કરો, લક્ષ્મણરેખામાં રહો


સૌથી મજબૂત ગઢમાં ગુજરાતની સ્થિતિઃ
ગુજરાતમાં કોંગ્રેસને આકરા પડકારનો સામનો કરવો પડે છે ત્યાં પણ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાનું ટાળી રહ્યા છે. આ યાદીમાં પહેલું નામ ભરતસિંહ સેલંકીનું છે અને ત્યારપછી બીજુ નામ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું છે. બંને નેતાઓ ચૂંટણી લડવા માંગતા નથી. ગુજરાતમાં વિધાનસભા પક્ષના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ ચૂંટણી લડવામાં રસ નથી. પૂર્વ સીએમના પુત્ર તુષાર ચૌધરીની પણ આવી જ હાલત છે. જેને પગલે પક્ષને લોકસભા માટે ઉમેદવાર મળી રહ્યાં નથી. વર્ષોથી કોંગ્રેસમાં ચીટકીને બેઠેલા નેતાઓને ડર છે કે હારીશું તો પાર્ટીમાં હાલમાં રહેલો મોભો ઓછો થશે. નહીં લડીએ તો ખુલાસા કરવાનો તો મોકો મળશે. 


અહો આશ્ચર્યમ! ઓનલાઈન નવા ટીવીનો ઓર્ડર પણ રિટર્ન ખોખામાં જુનું ટીવી જતું, 147 ટીવી...


ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું ગણિતઃ


  • 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠકો મળી હતી.

  • 2014 અને 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં ખાતું પણ ખોલી શકી નથી.

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને 2024ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનવામાં રસ નથી

  • 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કુલ 32 ટકા વોટ મળ્યા હતા.


શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના! પીટી શિક્ષકે દિકરીની ઉંમરની સગીરાને બનાવી હવસનો શિકાર


ધારાસભ્યોએ લડવાની દેખાડી તૈયારી-
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 182માંથી માત્ર 17 બેઠકો મળી હતી. ડિસેમ્બર 2022માં ચૂંટણી પરિણામો પછી પાર્ટીના ચાર ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. આમાં સૌથી મોખરે નામ અર્જુન મોઢવાડિયાનું છે. પાર્ટી સામે બાકીના 13 ધારાસભ્યોને બચાવવાનો પડકાર છે ત્યારે ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઓછામાં ઓછી એક કે બે બેઠકો જીતવાનું દબાણ છે, પરંતુ આ પછી પણ કોંગ્રેસના અગ્રણી નેતાઓ ચૂંટણી લડવા માંગતા નથી. 


'મારી ભૂલ હતી, શરત ચૂક હતી..., કહીને પાટીદાર સમાજ સામે 'નતમસ્તક' થયા વિપુલ ચૌધરી


કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીને કેટલીક સીટો પર ઉમેદવારો મળી રહ્યા નથી. આણંદ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે? તેનો હજુ નિર્ણય લેવાયો નથી. એક તરફ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રહી ચુકેલા નેતાઓ પીછેહઠ કરી રહ્યા છે તો બીજી તરફ ગેનીબેન અને અનંત પટેલ જેવા નેતાઓ મોટી લડાઈ લડવા મેદાને પડ્યા છે.