Big Breaking: ગુજરાતમાં મરણપથારીએ પડેલી ગુજરાતની ફરી સજીવન કરવા માટે દિલ્હી હાઈકમાને રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના આખા બોલા નેતા શક્તિસિંહ ગોહિલને પ્રદશ અધ્યક્ષ બનાવી એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. કોંગ્રેસમાં વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા નેતાઓને આ સ્પષ્ટ સંકેત આપી દેવાયો છે કે ગુજરાતના રાજકારણમાં હવે એમનાં વળતાં પાણી છે. શક્તિસિંહ ગોહિલ અત્યારસુધી દિલ્હી અને હરિયાણાના પ્રભારી હતા. જે જવાબદારી હવે દીપક બાબરિયા સંભાળશે. શક્તિસિંહ ગોહિલની ગણના રાહુલ ગાંધીના ખાસ નજીકના નેતા તરીકે થાય છે. ગુજરાતમાં કોંગ્રેસે સૌથી બોલ્ડ નિર્ણય લીધો છે. જેને પગલે ભાજપને પણ ટેન્શન આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકીય વર્તુળમાં મોટું વાવાઝોડું, શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની


કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને રાજ્યસભાના સાંસદ બનાવી દિલ્હી લઈ જઈ ખાસ જવાબદારીઓ સોંપી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રચાર માટે ન આવી ગાંધી પરિવારે સીધી નારાજગી દેખાડી હતી. ગુજરાતની ચૂંટણી ગહેલોતના ખભે છોડી દેવાતાં કોંગ્રેસ માંડ સમેટાઈને 17 પર પહોંચી ગઈ છે. કોગ્રેસ માટે સૌથી મોટી પરીક્ષા એ લોકસભાની ચૂંટણી છે. શક્તિસિંહ ગોહિલે અહીં પાટીલને રોક્યા તો એ સૌથી મોટી સફળતા હશે. હાલમાં પાટીલ ગુજરાતમાં 26માંથી 26 લોકસભા બેઠકો જીતવા માટે પ્લાનિંગ કરી રહ્યાં છે. ભાજપને 5 બેઠકો પર ટેન્શન છે. જો આ બેઠકો જીતવામાં કોંગ્રેસ સફળ રહી તો શક્તિસિંહને મોટો શિરપાવ મળી રહેશે.


ચક્રવાતે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતના આ વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદની આગાહી


શક્તિસિંહ ગોહિલનું પ્રદેશ અધઅયક્ષ બનવું એ સાબિત કરે છે કે ગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની સીધી એન્ટ્રી થઈ છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ રાહુલ ગાંધીએ ગુજરાત તરફ લક્ષ્ય આપવાનું બંધ કરી દીધું હતું. હવે ગુજરાત એ કોંગ્રેસની પ્રાયોરિટીમાં આવ્યું છે કારણ કે કોંગ્રેસે લોકલ નેતાઓએ સૂચવેલા નામોને ફગાવી શક્તિ સિંગ ગોહિલને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. રાહુલ ગાંધી હવે સક્રિય પણે રસ લેશે એ નક્કી છે. હાલમાં રાહુલ માટે ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો એ સૌથી અગત્યનો છે. રાહુલને રાહત નહીં મળે તો તે 8 વર્ષ સુધી ચૂંટણી લડી નહીં શકે. 


છીં..છીં...છીં...મા કસમ!!! Video જોઇને ચીતરી ચડી જશે; બાળકો જમવામાં દેખાઈ ગરોળી...


શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનવાના કારણો શું હોઈ શકે


  • કોંગ્રેસના રાજ્યસભાના સંસદ 

  • કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે અતિ નિકટના સબંધ 

  • સંગઠન ઉપર સારી પકડ અને સ્પષ્ટ વક્તા 

  • કોંગ્રેસની સરકારમાં માજી મંત્રી અને નેતા વિપક્ષ પણ રહી ચુક્યા છે 

  • 2 વાર પ્રધાન, 2 રાજ્યોના પ્રભારી અને સફળ રાજકીય રણનીતિકાર છે શક્તિસિંહ ગોહિલ 34 વર્ષથી રાજકારણમાં

  • ભાજપને ટેન્શન અપાવે એવો નેતા


શક્તિસિંહ હરીશચંદ્રસિંહજી ગોહિલ એક ભારતીય રાજકારણી છે, જેઓ હાલમાં રાજ્યસભાના સંસદ સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા છે. શક્તિસિંહે 1991થી 1995 દરમિયાન સતત બે વખત ગુજરાત સરકારમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. તે ગુજરાત વિધાનસભામાં 2007થી 2012 સુધીમાં વિપક્ષી નેતા તરીકે કામ કર્યું હતું.  તેઓ હાલ રાજ્યસભાના સાંસદ છે તેમજ AICCના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. 1991 થી 1995 દરમિયાન સરકારના વિવિધ વિભાગ સંભાળ્યા હતા તેમજ નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા વિભાગના મંત્રી તરીકે રહી ચુક્યા છે. 


AAPના નેતા ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામની મુશ્કેલી વધી! જાણો ક્યા કેસમાં પોલીસે પાઠવ્ય


2007થી 2012 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચુક્યા છે તેમજ 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામે થયો હતો. લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. શક્તિસિંહે બીએસસી, એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.


સુરતના આર્ટિસ્ટે PM મોદીની તસવીર સોનાના ચમકથી ઝળહળી! લોકોમાં બની આકર્ષણનું કેન્દ્ર


શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી વર્ષ 1990, 1995 ઉપરાંત 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમને આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, 2014ની પેટાચૂંટણીમાં શક્તિસિંહ કચ્છની અબડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી હતી. 


ભૂતના ડેરા તરીકે ઓળખાતા સૌરાષ્ટ્રના આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું બિરબલે


તમને જાણીને આશ્ચર્ય થશે કે, શક્તિસિંહ ગોહિલ ગુજરાતના મંત્રીમંડળના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં એટલે કે 32 વર્ષની ઉંમરે મંત્રી બન્યા હતા. વર્ષ 1991થી 1995 દરમિયાન તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળી તેમની યોગ્યતા પૂરવાર કરી હતી. તેઓ ગુજરાત વિધાનસભામાં 2007થી 2012 સુધીમાં વિપક્ષી નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.