અમદાવાદ: લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થવામાં હવે ગણતરીના કલાકોમાં મતદાન શરૂ થશે. ત્યારે ભાજપના દિગ્ગજ અને વીવીઆઇપી નેતાઓ મતદાન કરીને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરશે. મોટી સંખ્યામાં મતદાન થાય તે હેતુથી ભાજપના દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકો દ્વારા વહેલી સવારે મતદાન કરી દેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના દિગ્ગજન નેતાઓ ત્રીજા તબ્બકાના મતદાનમાં ગુજરાતની 26 બેઠકો પર મતદાન કરશે. મહત્વનું છે, કે જે વિસ્તારોમાં વીવીઆઇપી નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવશે તે વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


જાણી લો, આવતીકાલે PM, અમિત શાહ, હાર્દિક, તોગડિયા ક્યાં અને કેટલા વાગે મતદાન કરશે?


વીઆઇપી મતદારનું નામ મતદાનનો સમય મતદાન કેન્દ્ર (સ્થળ)
વિજય રૂપાણી સવારે 8.00 કલાકે અનિલ જ્ઞાનમંદિર, રૈયા રોડ, રાજકોટ
જીતુ વાઘાણી સવારે 8.30 કલાકે સરકારી કુમાર છાત્રાલય, ભાવનગર
નીતિન પટેલ સવારે 10.00 કલાકે બ્રાહ્મણની વાડી, સંસ્કાર ભારતી, કડી
પુરસોત્તમ રૂપાલા સવારે 7.00 કલાકે ઇશ્વરિયા પ્રાથમિક શાળા, અમરેલી
મનસુખ માંડવિયા સવારે 10.00 કલાકે હણોલ, પાલીતાણા, ભાવનગર
આર.સી.ફળદુ સવારે 7.00 કલાકે કાલાવડ કુમાર શાળા, જામનગર
ભુપેન્દ્રસિંહ ચુડાસમા સવારે 9.00 કલાકે જુની મામલતદાર કચેરી, ધોળકા
સૌરભ પટેલ સવારે 10.00 કલાકે સી.એન.વિદ્યાલય, આંબાવાડી, અમદાવાદ
ગણપત વસાવા સવારે 8.30 કલાકે વાડીગામ પ્રાથમિક શાળા,સુરત
દિલીપ ઠાકોર સવારે 8.00 કલાકે દાતરવાડા પ્રાથમિક શાળા, હારીજ
જયેશ રાદડિયા સવારે 7.00 કલાકે જામકંડોરણા તાલુકા, રાજકોટ
કુંવરજી બાવળિયા સવારે 7.15 કલાકે શ્રી અજમેરા કુમારા પ્રથામિક શાળા, રાજકોટ
જવાહર ચાવડા સવારે 7.00 કલાકે સરકારી શાળા લાયન્સ ક્લબ બિલ્ડિગ, માણાવદર
પ્રદિપસિંહ જાડેજા સવારે 10.30 કલાકે માધવ સ્કૂલ રતનપુર ગામ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ
અમિત શાહ સવારે 09.00 કલાકે સબ ઝોનલ કોર્પોરેશન ઓફિસ, નારણપુરા, અમદાવાદ
પી.એમ નરેન્દ્ર મોદી સવારે 7.00 કલાકે નિશાન વિદ્યાલય, રાણીપ, અમદાવાદ
ભરત પંડ્યા સવારે 7.30 કલાકે શિવાશિવ હાઇસ્કૂલ, રાણીપ, અમદાવાદ


અમદાવાદમાં આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વોટ કરવા આવશે. તેઓ રાણીપની નિશાન સ્કૂલ ખાતે 118 નંબરના બૂથ પર વહેલી સવારે 7.30 કલાકે મતદાન કરશે. જેથી મતદાન મથક આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેમની સુરક્ષા માટે SPG, ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિતની એજન્સીઓ ખડકી દેવામાં આવી છે. તેમજ નજીકના વિસ્તારોમાં બેરીકેડિંગ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા 98 વર્ષીય માતા હીરા બાના આશીર્વાદ લેવા જશે. ઉલ્લેખનીય છે કે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારના ઉપયોગ કરતા પહેલા માતાના આશીર્વાદ લઈને મતદાન કરવા જતા હતા. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે આ ક્રમ જાળવી રાખ્યો હતો.