જાણી લો, આવતીકાલે PM, અમિત શાહ, હાર્દિક, તોગડિયા ક્યાં અને કેટલા વાગે મતદાન કરશે?
આવતીકાલે ગુજરાતના સાડા ચાર કરોડ મતદારાઓ 26 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા વોટ આપશે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેઓ એક ઉમેદવારનું નસીબ ચમકાવી શકશે, તો કેટલાયને ચૂંટણી મેદાનમાં હરાવી શકે છે. ત્યારે આવતીકાલે સવારથી જ મતદાન મથક પર લાઈને સાથે ગુજરાતનો મતદાર જોવા મળશે. આ સાથે જ ગુજરાતના દિગ્ગજ નેતાઓ તથા હસ્તીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વોટ આપવા જશે. ત્યારે જાણી લો, આ હસ્તીઓ કયા બૂથ પર કેટલા વાગે વોટ આપવા જશે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :આવતીકાલે ગુજરાતના સાડા ચાર કરોડ મતદારાઓ 26 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા વોટ આપશે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેઓ એક ઉમેદવારનું નસીબ ચમકાવી શકશે, તો કેટલાયને ચૂંટણી મેદાનમાં હરાવી શકે છે. ત્યારે આવતીકાલે સવારથી જ મતદાન મથક પર લાઈને સાથે ગુજરાતનો મતદાર જોવા મળશે. આ સાથે જ ગુજરાતના દિગ્ગજ નેતાઓ તથા હસ્તીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વોટ આપવા જશે. ત્યારે જાણી લો, આ હસ્તીઓ કયા બૂથ પર કેટલા વાગે વોટ આપવા જશે.
આવતીકાલે મતદાન વખતે આકરા તાપનો સામનો કરવો પડશે
પીએમ મોદી રાણીપમાં વોટ આપશે
અમદાવાદમાં આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વોટ કરવા આવશે. તેઓ રાણીપની નિશાન સ્કૂલ ખાતે 118 નંબરના બૂથ પર વહેલી સવારે 7.30 કલાકે મતદાન કરશે. જેથી મતદાન મથક આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેમની સુરક્ષા માટે SPG, ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિતની એજન્સીઓ ખડકી દેવામાં આવી છે. તેમજ નજીકના વિસ્તારોમાં બેરીકેડિંગ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા 98 વર્ષીય માતા હીરા બાના આશીર્વાદ લેવા જશે. ઉલ્લેખનીય છે કે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારના ઉપયોગ કરતા પહેલા માતાના આશીર્વાદ લઈને મતદાન કરવા જતા હતા. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે આ ક્રમ જાળવી રાખ્યો હતો.
- ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણી અમદાવાદના શાહપુર મતદાન મથકથી મતદાન કરશે. જેથી શાહપુર મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
- કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી SG હાઈવે પર આવેલા ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટમાંથી ગાંધીનગર ઉત્તરની બેઠક માટે મતદાન કરશે.
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ કોર્પોરેશનની નારણપુરા સ્થિત સબઝોનલ ઓફિસ ખાતે સવારે મતદાન કરશે. તેઓ સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ અમિત શાહ મતદાન કરવા પહોંચશે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા 98 વર્ષની વયે રાયસણ ગ્રામ પંચાયત મતદાન કરશે. તેઓ સવારે 9 વાગ્યે પોતાના પરિવાર સાથે મતદાન કરશે.
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવતીકાલે સવારે 9 કલાકે વાસણ ગામે મતદાન કરશે
- મુખ્ય નિર્વાચન અધિકારી એસ. મુરલી. ક્રિષ્ના 7:00 સાત વાગે સેક્ટર-9 ગાંધીનગરમાં મતદાન કરશે.
- કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ 11:00 સેક્ટર 20 મા આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં મતદાન કરશે.
- હિન્દુસ્તાન નિર્માણ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા સવારે 8 કલાકે ભાવિન સ્કૂલ, થલતેજ ખાતે મતદાન કરશે.
- રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર જે.એન. સિંઘ સવારે 10 કલાકે સેક્ટર 20 ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં મતદાન કરશે.
- કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ આવતીકાલે સવારે સાડા દસ કલાકે વિરમગામ ખાતે આવેલ કુમારશાળા ખાતે મતદાન કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે