આ ધારાસભ્યો પણ છે લાઈનમાં! જો આમ થયું તો...., જાણો શું છે ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ?
એવી પણ ચર્ચા છે કે બાયડથી અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ધાનેરાથી અપક્ષના ધારાસભ્ય માવજી દેસાઈ અને પોરબંદરની કુતિયાણા બેઠકથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ પણ ટૂંક સમયમાં રાજીનામું આપશે. આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાશે તે પણ નક્કી છે.
Lok Sabha Elections 2024, ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં એક બાદ એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. રાજીનામું આપનારા ધારાસભ્ય ટૂંક સમયમાં જ કેસરિયો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારબાદથી અત્યાર સુધી 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેના કારણે વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 178 થઈ ગયું છે. વધુ એક MLAએ રાજીનામું આપીને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.
ખેતરમાં ઉભો પાક હોય તો ખાસ જાણી લેજો! અંબાલાલ પટેલની ગુજરાતના ખેડૂતોને ખાસ સલાહ
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં એક બાદ એક ધારાસભ્ય રાજીનામા ધરી રહ્યા છે. ગુજરાતમાં જાણે ભાજપનું ઓપરેશન લોટસ એક્ટિવ થઈ ગયું છે. છેલ્લા દોઢથી બે મહિનામાં 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. રાજીનામું આપનાર ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે તે નક્કી છે. સૌથી પહેલાં આપના ધારાસભ્ય ભૂપત ભયાણીએ રાજીનામું આપ્યું. ત્યારબાદ કોંગ્રેસના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું. ત્યારપછી કોંગ્રેસના મોટા નેતા સી.જે.ચાવડાએ પણ રાજીનામું આપી દીધું. અને હવે વડોદરાની વાઘોડિયા બેઠકથી અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધુ છે.
ગજબની ટેકનિક! ગુજરાતમાં પ્લાસ્ટિકનો કચરો કોલસામા થશે રૂપાંતરિત, આ જગ્યાએ પ્લાન્ટ શરૂ
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રિપાંખિયા જંગ વચ્ચે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જંગી બહૂમતિથી જીત્યા હતા. પ્રજાએ તેમને ખોબલે ખોબલે મત આપીને વિધાનસભામાં મોકલ્યા હતા. હવે તેમણે પોતાનું ધારાસભ્ય પદ છોડી દીધું તો ભાજપના ગુણગાન ગાઈ રહ્યા છે. ધર્મેન્દ્રસિંહના રાજીનામા બાદ હવે ગુજરાતમાં વિધાનસભા સ્થિતિ કંઈક આવી થઈ ગઈ છે. કુલ 182માંથી 4 ધારાસભ્યના રાજીનામાંથી વિધાનસભામાં સંખ્યાબળ 178 થઈ ગયું છે.
OMG! ગુજરાતની સગર્ભા માતાઓમાં વધ્યું આ વ્યસન, મહેસાણાના 10 તાલુકાઓને લઈ મોટો ધડાકો!
તો સુત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે ખુબ જ ટૂંકા સમયમાં બાયડથી અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ધાનેરાથી અપક્ષના ધારાસભ્ય માવજી દેસાઈ પણ રાજીનામા આપશે. સાથે જ એવી પણ ચર્ચા છે કે પોરબંદરની કુતિયાણા બેઠકથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ પણ ટૂંક સમયમાં રાજીનામું આપશે. આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાશે તે પણ નક્કી છે. તો કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્ય હજુ રાજીનામું આપવા માટે લાઈનમાં હોવાની જાણકારી મળી રહી છે. હવે જોવાનું રહેશે કે લોકસભા પહેલા પક્ષપલટાનો દોર કેટલો આગળ વધે છે.
હેલ્થ ઈંશ્યોરેન્સ ખરીદનારાઓ માટે આજે મોટો દિવસ; લોકહિતમાં લેવાયો ક્રાંતિકારી નિર્ણય
વિધાનસભાની સ્થિતિ
- 182 કુલ બેઠક
- -04 રાજીનામા
- = 178 ધારાસભ્ય
ભાજપમાં જોડાયેલા આ તમામ કોંગ્રેસી નેતાઓને લઈ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા તે કામ પૂર્ણ થયા છે. જે ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નહીં થાય. ચૂંટણી નજીક આવે ત્યારે આયા રામ અને ગયા રામની રાજનીતિ ચાલતી હોય છે. પક્ષપલટાનો દોર પણ શરૂ થઈ જાય છે. હવે જ્યારે 2024ની લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ માટે એક બાદ એક આંચકા રૂપ સમાચાર આવી રહ્યા છે. જોવાનું રહેશે કે હજુ કેટલા કોંગ્રેસ અને આપના નેતાઓ પોતાની પાર્ટીને છોડે છે?