અમિત રાજપુત/અમદાવાદ: અમદાવાદનાં મેમનગર ખાતે રહેતા અને ઘણા વર્ષોથી અમેરિકાનાં શિકાગોમાં સ્થાઈ થયેલા હસમુખ મોદી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે વિશેષ કરીને અમદાવાદ આવ્યા છે. આશરે 80 હજાર રૂપિયા ખર્ચીને હસમુખ મોદી માત્ર મતદાનનાં મહાપર્વ માટે આવ્યા છે તે બાબત નોધનીય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હસમુખ મોદી ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ મતદાન કરવા માટે અમેરિકાથી પોતાની પત્ની સાથે આવ્યા હતા. આ વખતે તેમના પત્નીની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ મતદાન કરવા આવ્યા નથી. હસમુખ મોદીનું માનવું છે કે, મતદાન કરવાથી સારા નેતાને ચૂંટીને દેશનાં વિકાસમાં ફાળો આપી શકાય છે.


લોકસભા ચૂંટણી 2019: જાણો... મતદાન મથકે શું કરવું અને શું ન કરવું?



મહત્વનું છે, કે તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જોરદાર તૈયારી કરવામાં આવી છે. મતદારોને કોઇ તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મહત્વનું છે, કે લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબ્બકામાં ગુજરાતની 26 બેઠકો પર મતદાન યોજાશે જેમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરીને દેશના ભવિષ્યનો નિર્ણય કરશે.