આશ્કા જાની/અમદાવાદ :કોરોના મહામારીમાંથી સમગ્ર દેશ પસાર થઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાનને તહેવારોની ઉજવણી સાદાઈથી કરવા આહ્વાન કર્યું છે. ત્યારે આગામી ગણેશ ઉત્સવને લઈ અમદાવાદમાં મોટા ગણપતિના પંડાલ નહિ લાગે. પરંપરાને જાળવવા માટે માત્ર 2 ફૂટની માટી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. તેમજ અમદાવાદમાં કોરોના અવેરનેસના કાર્યક્રમો કરવાનો નિર્ણય અનેક યુવા મંડળોએ લીધો છે. અમદાવાદમાં મણિનગરમાં આવેલી દક્ષિણી સોસાયટી જ્યાં બહુ મોટા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે તે પણ આ વર્ષે સરકારની ગાઈડલાઈન ફોલો કરીને ગણેશ ઉત્સવ ઉજવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે 2 ફૂટની ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. શિવશક્તિ યુવક મંડળના દક્ષિણ ચા રાજાના પ્રમુખ પરાગ નાઈકે કહ્યું કે, અમે સાદગીથી ગણેશ ઉત્સવ ઉજવીશું. 


દેશમાં પહેલીવાર લગ્નની વાડીમાં COVID સેન્ટર ઉભું કરાયું, સુરતે કરી બતાવ્યું...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના કારણે અમદાવાદના પંડાલોએ મોટી મૂર્તિઓની સ્થાપના નહિ કરવાનો નિર્ણય લીધો છે. તેને લઈ મૂર્તિ બનાવનાર કારીગરોનો બિઝનેસ દર વર્ષની સરખામણીએ 70% ધધો બંધ રહશે. આ વર્ષે પણ કોલકાત્તાથી કારીગરો આવ્યા છે. તેઓને રોજગારી મળી રહે તે રીતે મૂર્તિ માટીની 2 ફૂટની મૂર્તિ બનાવવામાં આવશે. આ મામલે મૂર્તિ બનાવનાર શીલા જૈને જણાવ્યું કે, દર વર્ષે 14 ફૂટની મૂર્તિ બનાવીએ છે. પરંતુ આ વર્ષે માત્ર 2 ફૂટની માટીની મૂર્તિઓ બનાવવામાં આવશે. જેની કિંમત તો ગયા વર્ષ જેટલી જ રહેશે. હાલ મૂર્તિઓ માટે અનેક ઈન્ક્વાયરી આવી રહી છે. મૂર્તિઓને વેચાણ પણ દર વર્ષ જેટલું નહિ થાય.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર