ચોર રંગે હાથ ચોરી કરતા ઝડપાયો, GRD જવાન પોલીસ સ્ટેશન લઇ જાય તે પહેલા જ ગળે બ્લેડ મારી ઘટના સ્થળે જ મોત
વાત કરીએ કામરેજમાં બનેલી એક વિચિત્ર ઘટનાની. નેશનલ હાઈવે ૪૮ પર રોડની સાઈડમાં રીક્ષા પાર્ક કરી સુઈ રહેલા રીક્ષા ચાલકના ખિસ્સામાંથી ચોરી કરી રહેલા યુવાનને કઠોર પોલીસના હોમગાર્ડના જવાનોએ ચોરી કરતા રંગેહાથે ઝડપી પાડી કઠોર પોલીસ મથકે યુવાનને લઇ જતી વખતે યુવાને પોતાના જ ગળામાં બ્લેડ મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
કિરણસિંહ ગોહિલ/સુરત: વાત કરીએ કામરેજમાં બનેલી એક વિચિત્ર ઘટનાની. નેશનલ હાઈવે ૪૮ પર રોડની સાઈડમાં રીક્ષા પાર્ક કરી સુઈ રહેલા રીક્ષા ચાલકના ખિસ્સામાંથી ચોરી કરી રહેલા યુવાનને કઠોર પોલીસના હોમગાર્ડના જવાનોએ ચોરી કરતા રંગેહાથે ઝડપી પાડી કઠોર પોલીસ મથકે યુવાનને લઇ જતી વખતે યુવાને પોતાના જ ગળામાં બ્લેડ મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવાન વિરુધ અગાવ પણ નોધાયા છે ગુના હાલતો કામરેજ પોલીસ કરી રહી છે વધુ તપાસ હાથ ધરી છે. કામરેજ તાલુકાના કઠોર પોલીસની હદમાં આવતા નેશનલ હાઈવે ૪૮ પર મોડી રાત્રે હોમગાર્ડના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે રોડની સાઈડમાં પાર્ક કરેલી રીક્ષામાં સુતેલા રીક્ષા ચાલકના ખિસ્સામાંથી ચોરી કરી રહેલા એક યુવાનને હોમગાર્ડ જવાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જો કે રીક્ષામાં સુતેલા રીક્ષા ચાલકને જગાવતા તેના પેન્ટનું ખિસ્સું બ્લેડ વડે કાપી નાખ્યું હતું. ચોરી કરતા પકડાયેલા યુવાન અને રીક્ષા ચાલકને હોમગાર્ડ જવાન કઠોર પોલીસ મથકે લઇ જઈ રહ્યા હતા, ત્યારે પકડાયેલા યુવાને બ્લેડ વડે પોતાનુજ ગળું કાપી નાખતા ગંભીર રીતે ઘવાયો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે હોમગાર્ડ જવાને ૧૦૮ ને ફોન કરી બોલાવી હતી પરંતુ ગંભીર ઈજાના કારણે યુવાનનું મોત થઇ ગયું હતું.
ATM માંથી પૈસા ઉપાડતા પહેલા વાંચો આ ખાસ અહેવાલ, નહી તો લાગી જશે લાખો રૂપિયાનો ચુનો
રીક્ષા ચાલક ચકલાસીથી સોનગઢ તરફ જઈ રહ્યો હતો, પરંતુ મોડું થઇ જતા અમદાવાદ તરફ જવાના માર્ગ પર પેટ્રોલ પંપ નજીક રીક્ષા પાર્ક કરી સુઈ ગયો હતો તે દરમ્યાન મૃતક ૧૮ વર્ષીય યુસુફ મેમણ નામનો યુવાન રીક્ષા પાસે આવ્યો હતો. રીક્ષામાં સુતેલા રીક્ષા ચાલકનું પેન્ટ બ્લેડથી કાપી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન હોમગાર્ડ તેને રંગેહાથે ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઇ જતી વખતે ગભરાયેલા યુવાને પોતાનાજ ગળા પર ચોરી માટે વાપરતો બ્લેડ પોતાના ગળા પર મારી દેતા તેનું મોત નીપજ્યું હતું. જોકે મૃતકના પરિવારે પોલીસ પર જ ગંભીર આક્ષેપ કર્યા હતા.
એક એવું ગામ કે જ્યાં શાકભાજી અને કરિયાણાની દુકાનો સહિત સંપુર્ણ લોકડાઉન લાગુ
૧૮ વર્ષીય યુસુફ મેમણના મોતના પગલે સુરત ગ્રામ્ય પોલીસના ડી.વાય.એસ.પી ચન્દ્રરાજ જાડેજા ઘટના સ્થળે દોડી આવી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પરિવારજનો દ્વારા મોત પર સવાલ ઉઠાવતા પેનલ ડોક્ટર પાસે પી.એમ કરાવવામાં આવ્યું હતું. જોકે મૃતક સામે અગાવ પણ પોલીસ મથકે મારામારી અને હાફ મર્ડર ના ગુના નોધાઇ ચુક્યા છે. પરિવારે પોતાના દીકરાની હત્યા થઇ હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે આખી ઘટના હોમગાર્ડની આંખ સામે બની હતી. હાલ તો પોલીસે ગુનો નોધી વધુ તપાસ કરી રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube