અમદાવાદમાં 45 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ, ગુજરાતના મૃતકોનો આંકડો પહોંચ્યો 5 સુધી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું છે. 45 વર્ષીય આ દર્દી ડાયાબિટીસથી પીડાતો હતો. આ મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ મૃતકોની સંખ્યા 5 થઈ ગઈ છે અને અમદાવાદમાં આ ત્રીજું મોત છે.
મૌલિક ધામેચા, અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું છે. 45 વર્ષીય આ દર્દી ડાયાબિટીસથી પીડાતો હતો. આ મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ મૃતકોની સંખ્યા 5 થઈ ગઈ છે અને અમદાવાદમાં આ ત્રીજું મોત છે.
જીવતર તો ઠીક પણ અમદાવાદની મહિલાનું મોત પણ બગાડ્યું Coronaએ
કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો ગીર સોમનાથમાં વધારે એક કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો હતો. મક્કાથી આવેલા 65 વર્ષીય એક વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે ગુજરાતમાં કોરોનાના 7 નવા કેસ પોઝીટીવ આવ્યા છે. જેથી કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 55 પહોંચી ગઇ છે. આ સંજોગોમાં રાજ્યનાં દરેક જિલ્લામાં 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે.
સુરતીઓ માટે ખાસ કામના સમાચાર, વાંચો અને મિત્રોને જણાવો
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છેકે, રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube