જીવતર તો ઠીક પણ અમદાવાદની મહિલાનું મોત પણ બગાડ્યું Coronaએ

અમદાવાદમાં કોરોનાનો આતંક ધીરેધીરે વધી રહ્યો છે. ગઈ કાલે અમદાવાદમાં કોરોના વાઈરસને કારણે આસ્ટોડિયાની 46 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું.

જીવતર તો ઠીક પણ અમદાવાદની મહિલાનું મોત પણ બગાડ્યું Coronaએ

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાનો આતંક ધીરેધીરે વધી રહ્યો છે. ગઈ કાલે અમદાવાદમાં કોરોના વાઈરસને કારણે આસ્ટોડિયાની 46 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ મામલામાં કોરોનાના કારણે મૃત્યુ પછી મહિલાની અંતિમવિધિ કરવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ મહિલાને 26 માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી અને બે દિવસમાં જ તેનું મૃત્યુ થયું છે. મહિલા હાયપર ટેન્શન અને ડાયાબિટીસથી પીડાતી હતી અને તેને શ્વાસ લેવામાં સમસ્યા હતી.

મળતી માહિતી પ્રમાણે મૃત્યુ પછી દફનવિધિ  વખતે લોકોના ટોળા ભેગા થઈ ગયા અને વિરોધ કરવામાં આવ્યો હતો.  મીડિયા રિપોર્ટ પ્રમાણે અંતે મ્યુનિ.એ દાણીલીમડા ચાર રસ્તા પાસેના કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરી હતી. મહિલાની દફનવિધિ વખતે પરિવારજનોને પણ મહિલાના મૃત શરીર પાસે જવા દેવામાં આવ્યા ન હતા. તબીબો અને એસવીપી હોસ્પિટલના સ્ટાફના સભ્યો દ્વારા જ આ સંપૂર્ણ દફન વિધિ કરવામાં આવી હતી. 

કોરોનાના વધી રહેલા આતંક પગલે લોકડાઉન દરમિયાન પગલાં વધારે કડક કરાયા છે. આ સમય દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે અનાજ-કરીયાણાની દુકાન- મોલ ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા ડી માર્ટ, ઓશિયા માર્ટ, બિગ બજાર અને રિલાયન્સ સહિતના તમામ 36 મોલ અને સ્ટોરને બંધ રાખવા માટેના નિર્દેશ આપ્યા છે. આ સ્ટોરને હવે માત્ર હોમ ડિલિવરી માટે જ ખુલ્લા રાખી શકાશે. અલગ અલગ વિસ્તાર અનુસાર તમામ સ્ટોર બંધ રાખવા માટે નામ સાથે આદેશ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news