અમદાવાદની BJ મેડિકલ કોલેજમાં ભાવી ડોક્ટરે કરી લીધો આપઘાત, રૂમ પાર્ટનરને મેસેજ કર્યો, પછી...
ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા જામનગરના વિદ્યાર્થીએ માનસિક તણાવને લીધે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મેઘાણીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદની BJ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યાની ઘટના મેઘાણીનગર પોલીસે ચોપડે નોંધાઈ છે. મૂળ જામનગરના અને હાલ અમદાવાદમાં રહીને MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ધ્રુવ ઘાડિયા નામના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાથી મૃતકના પરિવાર પર દુઃખનું આભ તૂટ્યું છે.
આ ભાઈનો વાંક એટલો કે Wrong Side માં વાહન રોક્યું! આ દ્રશ્યો તમારું હૃદય કંપાવી દેશે!
મહત્વની વાત એ છે કે મૃતક ધ્રુવ માનસિક તણાવની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોવાની વાત પરિવારે પોલીસ સમક્ષ મૂકી હતી. ત્યારે મૃતકના આપઘાતથી મેઘાણીનગર એ અલગ અલગ દિશામાં તપાસ શરુ કરી છે. ડોક્ટરનો અભ્યાસ કરતા ધ્રુવ ઘાડિયા એ આત્મહત્યાના કેસમાં મેઘાણીનગરની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમણે સિવિલ હોસ્પિટલમાંથી આપઘાત કર્યાના બે દિવસ પહેલા માનસિક તણાવ માટેની દવાઓ પણ લાવ્યો હતો.
ગુજરાતમાં કોરોનાની એન્ટ્રીથી ફફડાટ; 13 કેસ નોંધાયા, સરકારે કહ્યું; નવો વેરીયન્ટ ખૂબ
ચોકાવનારી બાબત તે પણ સામે આવી છે કે મૃતક ધ્રુવ અવારનવાર આપઘાત કેવી રીતે કરવો તે અંગે વિચાર કરતો હતો અને ઇન્ટરનેટના માધ્યમથી શોધતો પણ હતો. આપઘાત કરતા પહેલા તેના રૂમ પાર્ટનરને મેસેજ પણ કર્યો હતો. મોટી બાબત એ પણ છે કે આપઘાત કરવા માટે ધ્રુવે ખાસ પ્રકારનો દોરડો પણ ઓનલાઇન મંગાવી રાખ્યો હતો. જેથી આપઘાત કરવાનું તેને પહેલાથી જ વિચારી લીધું હતું. આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે ગુનો નોંધી મૃતકનો મોબાઈલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે.
ટેન્શન વધારી રહ્યો છે કોરોના! ઉત્તર ગુજરાતની આ હોસ્પિટલમાં કેવા પ્રકારની છે વ્યવસ્થા
મૃતક ધૃવના મૃતદેહનું પોસ્ટ મોર્ટન કરી તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. ધ્રુવે બીજે મેડિકલ કોલેજની અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ સોપાન-૮ માં પાંચમા માળે પેન્ટ્રીમાં જઈને ગાળો ફાંસો ખાઈ લીધો હતો. ધ્રુવ હોસ્ટેલના 523 નંબરના રૂમમાં રહેતો હતો. તેની અડીને જ આ પેન્ટ્રી આવેલી છે, જ્યાં તેને 18 મી ડિસેમ્બરે રાત્રે 12:00 વાગ્યા બાદ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મેઘાણીનગર પોલીસે મૃતકનો મોબાઈલ જપ્ત કરીને વધુ તપાસ હાથ કરી છે.
બધી ફેશન કરજો પણ ડ્રગ્સની ના કરતા, તમારો મિત્ર ડ્રગ્સ લેતો હોય તો તે છૂપાવતા નહીં...