તેજશ મોદી, સુરત: કોરોના વાઇરસે અજગરી ભરડો લીધો છે. દુનિયામાં પાંચ લાખથી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તો જેમની સારવાર તો ચાલી રહી છે. પરંતુ એવા લોકો કે જેમને ઘરમાં હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમનું ધ્યાન કેવી રીતે રાખવું. વિદેશમાં તો આ અંગે સિસ્ટમ કાર્યરત છે, પરંતુ ભારતમાં કઈ રીતે ધ્યાન આપતું હશે તે એક મહત્વનો સવાલ છે. ત્યારે દેશમાં સુરત મહાનગર પાલિકા દ્વારા સૌથી પહેલા એક એવી એપ 48 કલાકમાં તૈયાર કરવામાં આવી છે, જેની મદદથી 3000 લોકો પર નજર રાખવમાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહત કોષમાં અપાતો ફાળો કરમુક્ત રહેશેઃ વિજય રૂપાણી


જો તમે કોરોના વાઇરસને પગલે હોમ કવોરેન્ટાઈનમાં છો અને ઘરથી બહાર નીકળવા અંગે વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જજો. કારણકે તમારી તમામ ગતિવિધિ ઉપર સુરત મહાનગરપાલિકા નજર રાખી રહી છે. આ એપ થકી હોમ કવોરેન્ટાઈનનો ભંગ કરનાર વ્યક્તિને દંડીત પણ કરવામાં આવી રહ્યો છે અને તેની સારવાર પણ કરાઈ રહી છે. બે વખત હોમ હોમ કવોરેન્ટાઈન હેઠળ રાખવા માં આવેલ આ વ્યક્તિએ પોતાની તમામ જાણકારીઓ તંત્રને આપવી પડે છે.


આ પણ વાંચો:- કોરોના માટે ગુજરાતભરમાંથી દાનની સરવાણી વહી, સોમનાથ ટ્રસ્ટે આપ્યા 1 કરોડ


ટૂંક સમયમાં સુરત પાલિકા દ્વારા તૈયાર કરાયેલી એપ ગુજરાતના અન્ય મહાનગરો અને દેશમાં પણ ઉપયોગમાં લેવાશે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસની લડત સામે અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે અને હાલ ટેકનોલોજીના માધ્યમથી હોમ કવોરેન્ટાઈન ઇસમ પર પણ બારીકીથી નજર રાખવામાં આવી રહી છે. સાંભળીને આશ્ચર્ય થશે કે એપના માધ્યમથી હોમ કવોરેન્ટાઈન ઈસમ ઉપર નજર કેવી રીતે રાખી શકાય? 


આ પણ વાંચો:- ગુજરાત સરકારના મહત્વના 4 નિર્ણય, લોકડાઉનમાં રાજ્ય બહાર અટવાયેલા ગુજરાતીઓની કરાશે મદદ


તો અમે તમને જણાવી દઈએ કે સુરત મહાનગરપાલિકા માત્ર 48 કલાકમાં એક એવી એપ તૈયાર કરી જેના થકી પોતાના ઘરમાં બેસેલા અને હોમ કવોરેન્ટાઈન કારેલા ઇસમ પર બાજ નજર રાખી શકાય. વિદેશથી આવેલા દરેક વ્યક્તિને ફરજિયાત એ પોતાના મોબાઈલ પર ડાઉનલોડ કરવા પાલિકાએ આદેશ આપ્યા છે અને ત્યારબાદ આ એપ થકી જે તે વ્યક્તિની જાણકારી મેળવી શકાય છે. 


આ પણ વાંચો:- દુકાનદારો વસ્તુઓનો સંગ્રહ ન કરે, લોકો પણ સંગ્રહખોર ન બને: ધર્મેન્દ્રસિંહ જાડેજા


કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક ખાસ તૈયાર કરવામાં આવી છે. આ એપની ખાસિયત એ છે કે હોમ કવોરેન્ટાઈન કરાયેલા તમામ લોકોને ટ્રિપલ 'T' હેઠળ મોનિટરિંગ કરવામાં આવી રહી છે. સુરત સ્માર્ટ સિટી પ્રોજેક્ટટ હેઠળ આ એપ તૈયાર કરવામાં આવી છે અને તેની માટે ખાસ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં આવેલા સ્મેક સેન્ટરમાં એક મોટી સ્ક્રીન પર તમામ હોમ કવોરેન્ટાઈન કરવામાં આવેલા લોકો પર બારીકીથી નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- લોક ડાઉનના ચુસ્ત પાલન માટે સુરતમાં બોલાવી રેપીડ એક્શન ફોર્સ


સુરતમાં હોમ કવોરેન્ટાઈન કરાયેલા ઈસમોની સંખ્યા ત્રણ હજારથી વધુ છે. કોરેન્ટાઇન કરાયેલા દરેક ઈસમને દિવસમાં બે વખત પોતાનું-લોકેશન અને તસવીર એપ ડાઉનલોડ કરવાની રહે છે, સાથે પોતાના સ્વાસ્થ્ય અંગેની પણ જાણકારીઓ જેવા કે શરદી, ખાસી, તાવ, ડાયરી અંગેની પણ વિગતો નાખવાની હોય છે.


અમરેલીમાં લોક ડાઉનનું પાલન ન કરનાર પર ડ્રોનથી રાખવામાં આવશે નજર


સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ પોતે રાજ્ય સરકારે પણ પ્રશંસા કરી છે. આ જ કારણ છે કે શનિવારથી ગુજરાતના અન્ય મહાનગરોમાં આ એપ થકી હોમ કવોરેન્ટાઈન થયેલા ઈસમો પર બાજ નજર રાખવામાં આવશે. એવું જ નહીં કેન્દ્રીય અર્બન ડેવલપમેન્ટ મંત્રાલય પણ આ એપ વિશે જાણકારી મંગાવી છે. જેથી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ભારતના અન્ય દેશોમાં પણ આ એપનું અમલીકરણ કરી શકાય.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...