અમિત રાજપુત/અમદાવાદ : કુદરતનાં કરિશ્મા અને તેની સામે કોઈની ચાલતી નથી, કુદરત જેને આપે છે તો સુખનાં ભંડાર ભરી દે છે. અને જો કોઈની અગ્નિપરીક્ષા લે તો તેની સાત સમંદર પાર કરવા જેવો સંઘર્ષ કરવો પડે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે કે, એક અઢી વર્ષનો બાળક છેલ્લા ૬૫ દિવસથી વધુ સમયથી હોસ્પિટલનાં બેડ પર છે અને તેના માતા-પિતાએ તેને સાજો કરવા પોતાનું સર્વસ્વ લગાવી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની સીટી સિવિલ સેશન્સ કોર્ટનાં 8માં માળેથી છલાંગ લગાવી ક્લાર્કની આત્મહત્યા
અમદાવાદનાં નરોડા વિસ્તારમાં રહેતા વાઘેલા પરિવાર પર છેલ્લા બેસતા વર્ષથી આભ તૂટી પડ્યું છે. ૬૫ દિવસથી વધુ સમય વીતી ગયો છે. પણ વાઘેલા પરિવારનો ચિરાગ અઢી વર્ષીય જીયાન ૬૫ દિવસથી વધુ સમયથી હોસ્પિટલનાં બિછાને જ છે. જીયાનને જે રોગ થયો છે એ રોગ કદાચ જ કોઈ બાળકને થાય છે. આ રોગનો નામ છે એનએમડીએ એન્સેફાલીટીસ એટલે મગજમાં સોજો પણ આ સોજો જ્યાં મગજમાં જ્યાં યાદશક્તિ અને આખું શરીર જ્યાંથી કન્ટ્રોલ થાય છે. એ જગ્યા પર આ ગંભીર વાઈરસથી પીડિત થઈ ગયો છે જીયાન. જીયાનનાં માતા - પિતા સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે, તેમના પુત્રને દિવાળી પછી બેસતા વર્ષનાં દિવસે જીયાનને એકાએક ખેચ આવી અને નજીકનાં તબીબથી સારવાર લીધી હતી. ત્યારબાદ તેઓ પોતાના દીકરાની વધુ સારવાર માટે ભાટ ખાતે આવેલી અપોલો હોસ્પીટલમાં લઈ ગયા હતા. જીયાનના પિતાનો રાજેશનો  5 લાખનો મેડીક્લેમ હતો એટલે તેમને લાગ્યું કે, મેડીક્લેમનો ઉપયોગ કરીને દીકરાની સારી સારવાર આટલા ક્લેમમાં થઈ જશે. પણ ધીમે - ધીમે રીપોર્ટ આવવા લાગ્યા અને તેમાં નીકળી આ ગંભીર બીમારી એનએમડીએ એન્સેફાલીટીસ એટલે મગજનાં સોજાનો રોગ.


CAA-NRC મુદ્દે રાષ્ટ્રવ્યાપી જનસમ્પર્ક અભિયાન શરૂ, તમામ સ્ટાર પ્રચારકો મેદાને


જ્યારે બીજી તરફ અપોલો હોસ્પિટલ ની ટીમ દ્વારા જીયાન અને તેના પરિવારની પુરતી મદદ કરવામાં આવી રહી છે. જીયાનની સારવાર માટે અપોલો હોસ્પિટલ દ્વારા મનાવતાનાં ધોરણે તમામ સહયોગની ખાતરી આપવામાં આવી રહી છે. જીયાનની સારવાર કરતા તબીબ પણ અનુભવી છે અને તેઓ પણ આ રોગનાં લક્ષણોથી વાકેફ છે એટલે સારવારમાં નાની બાબતનું ધ્યાન રાખી રહ્યા છે.


સારસા ખાતે સંતમાજની બેઠકમાં NRC-CAA મુદ્દે સરકારને સંપુર્ણ ટેકો જાહેર


અઢી વર્ષીય જીયાનની સારવાર માટે વધુ રૂપિયાની જરૂર પણ છે અને તેના માટે જીયાનનાં પિતા તમામ પ્રયાસો પણ કરી રહ્યા છે. ZEE MEDIA ની ન્યુઝ ટીમ જયારે અપોલો હોસ્પિટલ ખાતે પહોચી ત્યારે જીયાનનાં પિતા રાજેશ અને માતા તેજલને મળી હતી. ZEE MEDIA સાથે વાતચીતમાં પિતા ગુમસુમ હતા જયારે માતા પોતાના દીકરાની વાત અને સારવારનાં માટેના ઓછા પડતા રૂપિયાને લઈને રડી પડી હતી. જીયાનનાં માતા-પિતાએ ઝી મીડિયાને પોતાનો દર્દ બતાવતા કહ્યું કે, તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં રાહત નિધિ ફંડ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં રાહત નિધિ ફંડ થકી મદદની અપીલ કરી છે.


અમદાવાદની ઓળખસમા ફ્લાવરશોનું CM વિજય રૂપાણીના હસ્તે ઉદ્ધાટન


ZEE MEDIAની ન્યુઝ ટીમ પણ જીયાનનાં માતા - પિતાના દર્દને જોઈને ગમગીન થઈ ગઈ હતી. જોકે, જીયાન નિદાન અને સારવારની ખુબ જરૂર છે. જીયાન નો જુડવા ભાઈ જે છેલ્લા ઘણા સમયથી પોતાની માતાને પૂછે કે, મારો ભાઈ ક્યારે આવશે ? તેનો જવાબ હાલ તો તેના માતા - પિતા પાસે નથી પણ અપોલો હોસ્પિટલમાં છેલ્લા ૬૫ દિવસથી ગંભીર બીમારી સામે લડી રહેલા અઢી વર્ષીય જીયાનનો એક દિવસ જરૂર વિજય થશે. જીયાનનાં રોગ સામે વિજય માટે રૂપિયાની જરૂર છે અને વાઘેલા પરિવાર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં રાહત નિધિ ફંડ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં રાહત નિધિ ફંડ પર આશ્રિત બનીને મદદની રાહ જોઈ રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube