ગુજરાતના આ દરિયા કિનારાને મળ્યું `બ્લ્યૂ ફ્લેગ` સર્ટિફિકેશન, દુનિયાના 50 દેશોમાં ભારત સામેલ
દરિયા કિનારો (sea beach) પર્યટકો માટે હમેશાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. જો આ દરિયા કિનારા સ્વચ્છ-સુંદર અને કુદરતી નજરાઓથી ભરપૂર હોય તો તેની વાત જ કંઇક અલગ છે. ત્યારે ગુજરાતના શિવરાજપુર દરિયા કિનારા સહિત ભારતના 8 દરિયા કિનારાઓને દુનિયાના સૌથી સુંદર અને સ્વચ્છ કિનારામાં સ્થાન મળ્યું છે
અમદાવાદ: દરિયા કિનારો (sea beach) પર્યટકો માટે હમેશાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. જો આ દરિયા કિનારા સ્વચ્છ-સુંદર અને કુદરતી નજરાઓથી ભરપૂર હોય તો તેની વાત જ કંઇક અલગ છે. ત્યારે ગુજરાતના શિવરાજપુર દરિયા કિનારા સહિત ભારતના 8 દરિયા કિનારાઓને દુનિયાના સૌથી સુંદર અને સ્વચ્છ કિનારામાં સ્થાન મળ્યું છે.
આ પણ વાંચો:- રાજ્યમાં તમામ અભ્યારણ 15મી ઓક્ટોબરથી શરૂ, સરકારની ગાઇડ લાઇનનું કરવું પડશે પાલન
ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (Foundation for Environmental Education-FEE)એ ગુજરાત સહિત ભારતના 8 દરિયા કિનારાને 'બ્લ્યૂ ફ્લેગ' (Blue Flag)નું સર્ટિફિકેશન આપ્યું છે. આ સર્ટિફિકેશન ઘણાં ધોરણોને આધાર પર દરિયા કિનારાઓને આપવામાં આવે છે.
વાંસદા નેશનલ પાર્કમાં શરૂ કરાયું હરણ ઉછેર અભિયાન
વર્ષ 2018માં પર્યાવરણ તેમજ જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રમાણ-પત્ર માટે 13 દરિયા કિનારાની યાદી તૈયાર કરી હતી. આ તમામના નામ સંસ્થાને મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ગુજરાત સહિત ભારતના 8 દરિયા કિનારાને પસંદ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- ગરબા આયોજન મુદ્દે ડોકટરો સામે કરાઈ અભદ્ર ટિપ્પણી, કલાકારો જાહેરમાં માગશે માફી
હાર્દિક પટેલ સહિત 30 લોકો સામે જાહેરનામા ભંગનો નોંધાયો ગુનો, તમામને મળી મોટી રાહત
બ્લ્યૂ ફ્લેગ મેળવવાની સાથે જ હવે દુનિયાના 50 બ્લ્યૂ ફ્લેગ દેશોમાં સામેલ છે. પર્યાવરણીય શિક્ષણ માટે ફાઉન્ડેશન, ડેનમાર્કના કોપેનહેગનમાં મુખ્ય મથક, બ્લ્યૂ ફ્લેગ કાર્યક્રમનું સંચાલન કરે છે.
આ પણ વાંચો:- રાજ્યના કલાકારો બેરોજગાર બનતાં ગાંધીનગર ઉપવાસ છાવણીએ ધરણા પર બેઠા
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube