આ બિલાડી બનાવશે તમને માલામાલ, જાણો સરળતાથી માલદાર બનવાની ટેકનીક
હવે યુરોપિયન દેશોની જેમ જ ભારત અને ખાસ કરીને ગુજરાતના નાગરિકોમાં પ્રાણીપ્રેમ વધી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, પ્રાણી પ્રેમના કારણે ઘણી સામાન્ય માણસને નવાઇ લાગે તેવી ઘટનાઓ પણ બનતી રહી છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદમાં બીજલી નામની બિલાડી ગુમ થઇ ગઇ છે. સાઉથ બોપલના બીનોરી સોલીટેર માંથી ગુમ થયેલી આ બિલાડી માટે તેના માલિકને એટલો બધો પ્રેમ છે કે હવે તેમણે આ બિલાડીને શોધી આપનાર વ્યક્તિને રોકડા 21 હજાર રૂપિયા ઇનામની જાહેરાત કરી છે.
સવજી ચૌધરી/અમદાવાદ : હવે યુરોપિયન દેશોની જેમ જ ભારત અને ખાસ કરીને ગુજરાતના નાગરિકોમાં પ્રાણીપ્રેમ વધી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, પ્રાણી પ્રેમના કારણે ઘણી સામાન્ય માણસને નવાઇ લાગે તેવી ઘટનાઓ પણ બનતી રહી છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદમાં બીજલી નામની બિલાડી ગુમ થઇ ગઇ છે. સાઉથ બોપલના બીનોરી સોલીટેર માંથી ગુમ થયેલી આ બિલાડી માટે તેના માલિકને એટલો બધો પ્રેમ છે કે હવે તેમણે આ બિલાડીને શોધી આપનાર વ્યક્તિને રોકડા 21 હજાર રૂપિયા ઇનામની જાહેરાત કરી છે.
અનોખુ સ્ટાર્ટઅપ: માત્ર એક ક્લિક અને કોઇ પણ પક્ષી -પ્રાણી બાળકની સામે આવીને ઉભુ રહી જશે
આ બિલાડીને શોધી આપનાર વ્યક્તિને 21 હજાર રૂપિયા રોકડા ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની પોસ્ટ પણ તેમણે અલગ અલગ સોશિયલ મીડિયા માધ્યમોમાં વહેતી થઇ રહી છે. હાલ આ પોસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે. લોકો કુતુહલવશ આ પોસ્ટને શેર કરી રહ્યા છે. જો કે આ પોસ્ટથી ગુજરાતીઓના પ્રાણીપ્રેમ સ્પષ્ટ રીતે ટપકે છે. હાલ તો તેના માલિક દ્વારા કોઇને પણ આ બિલાડી દેખાય તો 97267 06289 નંબર પર જાણ કરવા માટેની અપીલ કરવામાં આવી છે.
ખાસ ઓઇલની માંગ સાથે કોઇ આંતરરાષ્ટ્રીય કરોડોનો ઓર્ડર આપે તો સાવધાન, વેપારી સાથે લાખોની ઠગાઇ
અત્રે ઉલ્લે્ખનીય છે કે, સામાન્ય વર્તમાન પત્રોમાં કોઇ પ્રાણીનું મૃત્યું થયું હોય તો તેના માટે બેસણા અને સ્પેશિયલ ખાંભી બનાવવામાં આવી હોય તેવા સમાચારો અને જાહેરાતો જોતા રહેતા હોઇએ છીએ. પરંતુ હવે પ્રાણીને શોધવા બદલ 21 હજાર જેટલી રકમની જાહેરાત કરવામાં આવી છે. જે આ પરિવારનો પ્રાણીપ્રેમ જ દર્શાવે છે. હાલ તો આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ પરિવારને તેમનીપ્રીય બિલાડી ઝડપથી મળી જાય તેવી આશા રાખીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube