ખાસ ઓઇલની માંગ સાથે કોઇ આંતરરાષ્ટ્રીય ઓર્ડર આવે તો સાવધાન, વેપારી સાથે લાખોની ઠગાઇ

ભારતમાંથી URAZI HERBAL LIQUID OIL મંગાવાના બહાને ધંધાકીય વ્યવહાર કેળવી લાખો રુપીયાની છેતરપીડી આચરતી નાઇજીરીયન ગેંગના એક સગરીતને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં ઉભેલો આ શખ્સ મુળ નાઇઝીરીયાનો છે અને તેનું નામ ઇસીસ ઇસ્મેલ ઓક્ટેવ છે. જે મૂળ ઇબોનયી સ્ટેટ અબાકલીકી નાઇઝીરીયાનો રહેવાસી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ઇસીસ ઇસ્મેલ ઓક્ટેવની ધરપકડ ભારતના રાજધાની શહેર એવા દિલ્લીમાંથી ઝડપી પાડ્યો છે. 

ખાસ ઓઇલની માંગ સાથે કોઇ આંતરરાષ્ટ્રીય ઓર્ડર આવે તો સાવધાન, વેપારી સાથે લાખોની ઠગાઇ

ઉદય રંજન/અમદાવાદ : ભારતમાંથી URAZI HERBAL LIQUID OIL મંગાવાના બહાને ધંધાકીય વ્યવહાર કેળવી લાખો રુપીયાની છેતરપીડી આચરતી નાઇજીરીયન ગેંગના એક સગરીતને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં ઉભેલો આ શખ્સ મુળ નાઇઝીરીયાનો છે અને તેનું નામ ઇસીસ ઇસ્મેલ ઓક્ટેવ છે. જે મૂળ ઇબોનયી સ્ટેટ અબાકલીકી નાઇઝીરીયાનો રહેવાસી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ઇસીસ ઇસ્મેલ ઓક્ટેવની ધરપકડ ભારતના રાજધાની શહેર એવા દિલ્લીમાંથી ઝડપી પાડ્યો છે. 

આ નાઈઝિરિયન નાગરિક પર આરોપ છે કે, અમદાવાદના એક વેપારી સાથે એક નહિ બે નહિ ત્રણ નહિ પણ 52 લાખ 70 હજારની છેતરપિંડી આચરી છે. આ છેતરપિંડી પણ URAZI HERBAL LIQUID OIL ની લે-વેચ કરવાના બહાના હેઠળ કરી છે. તો ક્યારે અને કેવી રીતે અને કોણે કોણે આ લાખોની છેતરપિંડી કરી છે. આ ગેંગ સૌથી પહેલા ડેટામાંથી કોઈ પણ એક વેપારીની પસંદગી કરે છે, ત્યાર બાદ આ વેપારીને કોઈ પણ એક ખોટી ઉભી કરેલ કંપનીના નામે ઈમેલ કરે છે અને એજ ખોટી કંપનીના નામ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવે છે, ત્યાર બાદ URAZI HERBAL LIQUID OIL અથવાએ સિવાયનું અન્ય કોઈ લીકવીડ ભારતમાં મળી રહ્યું છે એવા લીકવીડનું નામ આપી ઇંગ્લેન્ડની કંપનીઆ લીકવીડ ખરીદવા ઈચ્છે છે. જેનો ખુબ જ વધુ આર્થિક ફાયદો વેપારીને થશે એવો વિશ્વાસ કેવી પહેલા સેમ્પલ માટે લીકવીડ મંગાવામાં આવે છે. 

જેના બદલામાં અને એપ્રુવ કરવા માટેના ડોલર ચુકવા પડશે તેમ કહી પૈસા ઓનલાઇન બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. ભોગ બનનારને ઇંગ્લેન્ડની કંપનીના નંબર પણ આપવામાં આવે. જે નંબર પર વેપારી કોલ કરે છે. પણ આ ગેંગના જ સંભ્ય હોય છે. આ રીતે થોડા જ દિવસમાં વેપારનું લાખોનું ફુલેકુ ફેરવી દે છે. આ નાઇઝીરીયન ગેંગ ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે તપાસ શરુ કરી છે કે, આ ગેંગમાં સભ્યો કેટલા છે. જેમાં ભારતના લોકો કેટલા છે. લોકલ સહકાર કોણ આપે છે. આ તમામ માહિતી એકઠી કરવામાં પોલીસ લાગી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news