લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરીએ, ઉમેદવારોને મળશે આ સુવિધા
પેપર લીક કાંડ બાદ રદ કરાયેલી પરીક્ષાનું ફરી આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજવામાં આવી છે. 8.76 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. ગત વખતે બનેલી ઘટનાને પુનઃ રિપીટ ન થાય તે પગલાં લીધા છે. પ્રિન્ટિંગ પ્રેસથી લઇને કંટ્રોલ રૂમ સુધીના પેપર લીક ન થાય તે પગલાં લીધા છે. ત્યારે 2440 સેન્ટરો પર 29 હજાર વર્ગખંડ રાખવામાં આવ્યા છે. આ તમામ વર્ગ ખંડમાં સીસીટીવી રાખવામાં આવ્યા છે.
અમદાવાદ: પેપર લીક કાંડ બાદ રદ કરાયેલી પરીક્ષાનું ફરી આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજવામાં આવી છે. 8.76 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. ગત વખતે બનેલી ઘટનાને પુનઃ રિપીટ ન થાય તે પગલાં લીધા છે. પ્રિન્ટિંગ પ્રેસથી લઇને કંટ્રોલ રૂમ સુધીના પેપર લીક ન થાય તે પગલાં લીધા છે. ત્યારે 2440 સેન્ટરો પર 29 હજાર વર્ગખંડ રાખવામાં આવ્યા છે. આ તમામ વર્ગ ખંડમાં સીસીટીવી રાખવામાં આવ્યા છે.
વધુમાં વાંચો: દારૂની મહેફિલ માણતા કોંગ્રેસના કાર્યકર્તા, પોલીસે કરી 5ની અટકાયત
પેપર લીક થયા બાદ લોકરક્ષક દળની પરીક્ષાની 6 જાન્યુઆરીએ પરીક્ષા યોજાવા જઇ રહી છે. ત્યારે ઉમેદવારોને લઇ પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોના પહેલા જે પરીક્ષા કેન્દ્ર રખાયા હતા તે જ કેન્દ્રો પર પરીક્ષા રાખવામાં આવશે. તો કુલ 9 સેન્ટરો બદલવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં 5, ગાંધીનગરમાં 2 અને આણંદમાં 1 સેન્ટ બદલવામાં આવ્યું છે.
વધુમાં વાંચો: સુરત મહાનગર પાલિકાનું બજેટ રજૂ, પ્રજા પર ટેક્સનો ભાર ઘટ્યો
લોકરક્ષદ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે જણાવ્યું કે 6 જાન્યુઆરીના રોજ 11થી 12 એક કલાકમાં આ પરીક્ષા લેવામાં આવશે. તેમાં 8.76 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. તો હજુ પણ 2 લાખ જેટલા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા નથી. 55 હજાર ઉમેદવારોએ એસ.ટી.બસમા બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે. તો વિના મૂલ્યે ઉમેદવારો મુસાફરી કરી શકશે. ત્યારે પેપર લીક જેવી ઘટના પુન: રિપીટ ના થાય તે અંગે સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં વાંચો: VIDEO ડાંગ: શાળામાં પ્રવેશતા જ બાળકો કરવા માંડે છે અજીબોગરીબ હરકતો, લોકો ભયભીત
પ્રિન્ટિંગ પ્રેસથી લઇને કંટ્રોલ રૂમ સુધીમાં પેપર લીક ન થાય તે પગલાં લીધા છે. વડોદરાની મેરેથોન હોય કે અન્ય પરીક્ષા હોય તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. કોઈ મુશ્કેલી નહીં ઉભી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 2440 સેન્ટર પર 29 હજાર વર્ગ ખંડ રાખવામાં આવ્યા છે. આ તમામ વર્ગ ખંડમાં સીસીટીવી રાખવામાં આવ્યા છે.
વધુમાં વાંચો: દારૂની મહેફિલ મામલો: વિસ્મય શાહ સહિત 6 લોકોના વચગાળાના જામીન મંજૂર, પણ આ શરતે
મહત્વું છે, કે 2/12/2018ના દિવસે યોજાયેલી આ પરીક્ષામાં પેપર લીક થતા ભરતી બોર્ડના મહાનિયામક વિકાસ સહાય દ્વારા પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મોટી સંખ્યમાં વિવાદ થયો હતો. ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયાનો વિરોધ કરવમાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ કૌંભાંડમાં અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. હજી પણ ગાંધીનગર પોલીસ એટીએસની ટીમ સાથે મળીને આ કૌંભાંડમાં સંડોવાયેલા લોકો ઝડપી લેવાની તજવીજ હાથધરી છે.