• ગેરકાયદેસર અમેરિકા મોકલવા મામલે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કર્યું "ઓપરેશન મેકલા "

  • ફરજી પાસપોર્ટ અને વિઝાથી વિદેશ ગયેલા પરિવારજનોનું લિસ્ટ એમ્બેસી સહિત પાસપોર્ટ ઓફિસને મોકલાશે

  • પકડાયેલ એજન્ટો હરેશ પટેલના ઘરે સર્ચ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચને વધુ 78 ફરજી પાસપોર્ટ પણ મળી આવ્યા

  • અત્યાર સુધી આ ગેંગ ગેરકાયદેસર રીતે અનેક લોકોને અમેરિકા મોકલી કરોડો રૂપિયાની કરી છે કમાણી

  • પાસપોર્ટ બનાવવા ઉપયોગમાં લેવાતા 44 આધાર કાર્ડ, 13 વોટર આઈડી, 23 પાનકાર્ડ સહિતના દસ્તાવેજો પણ ઝપ્ત

  • પાસપોર્ટ બનાવી આપનાર આરોપી રજત ચાવડા ની વિઝા કન્સલ્ટન્સી ની ઓફિસથી રબર સ્ટેમ્પ અને પાસબુકો પણ કબ્જે કરાઈ


મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા બનાવટી પાસપોર્ટ કૌભાંડમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે પકડાયેલા એજન્ટ પિતાપુત્રના ઘરે થી 78 જેટલા પાસપોર્ટ કબ્જે કરવામાં આવ્યા છે. જ્યારે નકલી પાસપોર્ટ બનાવી આપનાર રજત ચાવડાની ઓફિસમાંથી કેટલીક બેંકોના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે. જેનો ઉપયોગ તેઓ બનાવટી દસ્તાવેજો બનાવવા માટે થતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાઢ પ્રેમમાં મોજ મજા તો કરી લીધી પણ પછી યુવતી ઓસ્ટ્રેલિયા ગઇ અને પ્રેમીએ એવું કર્યું કે...


કબૂતરબાજીના કૌભાંડના પર્દાફાશ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન મેકલાની શરૂઆત કરી છે. બે દિવસ અગાઉ ક્રાઇમ બ્રાંચે પકડેલ ડુપ્લિકેટ પાસપોર્ટ કૌભાંડમાં આરોપી હરેશ પટેલના ઘરે કરતા પોલીસને 78 જેટલા પાસપોર્ટ, 44 આધાર કાર્ડ, 13 ઇલેક્શન કાર્ડ, 23 પાનકાર્ડ સહિત અન્ય કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે. જ્યારે આરોપી રજત ચાવડા પાસેથી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા રાણીપ શાખા, બેંક ઓફ બરોડા ન્યૂ રાણીપ શાખા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સરઢવ શાખા ગાંધીનગર તેમજ કાવ્યા વિઝા કન્સન્ટલસીની ઓફીસમાંથી રબર સ્ટેમ્પ મળી આવ્યા છે. જેનો ઉપયોગ બોગસ દસ્તાવેજ બનાવવા માટે થતો હતો. જ્યારે આરોપી રાજુ પ્રજાપતિના ખોટા નામ રાજેન્દ્ર ભીખાભાઇ પટેલના નામે એક્સિસ બેન્કમાં આવેલ એકાઉન્ટની પાસબુક પણ કબજે કરવામાં આવી છે.


ગુજરાતમાં હવે પાણીની કોઇ સમસ્યા નહી રહે, CM દ્વારા 43 કરોડ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી


પોલીસ તપાસમાં એવી પણ હકીકત સામે આવી છે કે, આરોપી એજન્ટો જે બે લોકોને પતિ પત્ની બનાવીને વિદેશ મોકલવાના હતા તેમની સાથે અન્ય બે બાળકોને તેમના જ બાળકો હોવાનું દર્શાવીને વિદેશ મોકલવાની ફિરાકમાં હતા. આ બંને બાળકોના મૂળ માતા-પિતા અગાઉ આરોપી હરેશ પટેલ મારફતે અમેરિકા પહોંચી ચુક્યા હતા. આરોપી પરેશ પટેલે અત્યાર સુધીમાં 28 થી 30 કુટુંબોને અમેરિકા મોકલીને એક વ્યક્તિ દીઠ 60 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની રકમ વસૂલી ચુક્યા હોવાનો ખુલાસો થયો છે.


જો આ પ્રકારનાં મરચા ખાતા હો તો સાવધાન, ન માત્ર કેન્સર થશે પણ અનેક રોગોનું ઘર બનશે તમારૂ શરીર


પોલીસ તપાસમાં બહાર આવેલી દિલ્હીના એજન્ટ મેક્સિકોના એજન્ટ સાથે સંપર્કમાં હતા. તેઓની શોધખોળ શરૂ કરી છે. જ્યારે હવે પોલીસ દ્વારા અગાઉ એજન્ટ દ્વારા જે લોકોને વિદેશ મોકલી આપવામાં આવ્યા છે તેઓની તપાસ માટે ઇન્ડિયન એમ્બેસી અમેરિકા એમ્બેસી અને ઇન્ટરપોલની મદદ લઈને વધુ તપાસ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube