ગાઢ પ્રેમમાં મોજ મજા તો કરી લીધી પણ પછી યુવતી ઓસ્ટ્રેલિયા ગઇ અને પ્રેમીએ એવું કર્યું કે...

યુવતી લાંબા સમયથી યુવકના પરિચયમાં હતી અને બંન્ને વચ્ચે લવ અફેર પણ હતું જો કે યુવતી ઓસ્ટ્રેલિયા ગઇ અને પછી બંન્નેના પ્રેમમાં ભંગાણ આવ્યું અને પ્રેમીએ વીડિયો વાયરલ કરી દીધો હતો અને...

ગાઢ પ્રેમમાં મોજ મજા તો કરી લીધી પણ પછી યુવતી ઓસ્ટ્રેલિયા ગઇ અને પ્રેમીએ એવું કર્યું કે...

* વીડિયો વાયરલ કરી બદનામ કરનાર યુવકની સાઇબર ક્રાઈમે કરી ધરપકડ
* યુવકને સોશિયલ મીડિયામાં યુવતીએ બ્લોક કર્યો અને અંગત પળોના વિડીયો વાયરલ કર્યા હતા

મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે. જે મહિલા મિત્ર સાથેના અંગત પળોના ફોટા અને વિડિયો યુવતીના પરિવારજનોને મોકલી બદનામ કરતો. પકડાયેલા આરોપીની પોલીસે રાણીપ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. બનાવ અંગે નોંધાયેલ ફરિયાદની હકીકત એવી છે કે, યુવક યુવતી થોડાક વર્ષ પ્રેમ સંબંધમાં હતા જો કે બાદમાં યુવતી ઓસ્ટ્રેલિયા વધુ અભ્યાસ માટે ગઈ હતી. તે સમય દરમ્યાન બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. 

જેથી યુવતીએ યુવકને ફોનમાં બ્લોક કરી દેતા અદાવત અને દાઝ રાખીને આરોપી યુવકે યુવતીના પરિવારજનોને બંને વચ્ચેના શારીરિક સંબંધોના ફોટોગ્રાફ્સ તથા વિડીયો મોકલી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ એવી માંગણી પણ કરી હતી કે, જો તેને unblock નહીં કરે તો હજી બીજા અન્ય વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની પણ ચીમકી આપી હતી. જેના કારણે યુવતી અને તેના પરિવારના લોકો ગભરાયા હતા. 


(તસ્વીરમાં આરોપી)

આરોપી યુવકની આ હકરતથી કંટાળીને યુવતીએ પરિવારજનોને સમગ્ર બનાવની જાણ કરી હતી. જે બાદમાં પરિવારજનો  હિંમત આપતા યુવક વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, સાઇબર ક્રાઇમ પોલીસે ન્યુ રાણીપ વિસ્તારમાંથી પાર્થ ચાંપનેરી નામના શખશની ધરપકડ કરી ફોન કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news