સારા વરસાદ માટે વરૂણ દેવની આરાધનાની આ છે વર્ષો જૂની પરંપરા; આ રીતે બોલાવે છે ગુજરાતના પારસી
ઈરાનમાં પારસીઓ પર આવી પડેલી આપત્તિને પગલે ભારતમા આવીને વસેલા પારસીઓ આજે ભારતના રંગે રંગાઈ ગયા છે. દયાળુ અને દાનવીર ગુણો ધરાવતા પારસીઓ જનસમુદાયના હિત માટે સદાય પુણ્ય કાર્ય કરવા તત્પર રહેતા હોય છે.
ધવલ પરીખ/નવસારી: ઈરાનથી ભારતમા આવીને વસેલો પ્રકૃતિ પ્રેમી પારસી સમાજના યુવાનો આજે પણ પોતાના વારસાને સાચવી રહ્યા છે. હિન્દુઓમાં જેમ શ્રાવણ મહિનાનું મહત્વ છે, એ જ રીતે પારસી સમાજમાં બમન માસનું મહત્ત્વ છે.
ભલે સ્કૂલ વાનના ભાડામાં વધારો કર્યો પણ હવે રહેજો તૈયાર, RTO અને પોલીસે કરી આ તૈયારી
ઈરાનમાં પારસીઓ પર આવી પડેલી આપત્તિને પગલે ભારતમા આવીને વસેલા પારસીઓ આજે ભારતના રંગે રંગાઈ ગયા છે. દયાળુ અને દાનવીર ગુણો ધરાવતા પારસીઓ જનસમુદાયના હિત માટે સદાય પુણ્ય કાર્ય કરવા તત્પર રહેતા હોય છે. હાલ પારસી સમાજનો પવિત્ર મહિનો ગણાતો બમન મહિનો ચાલી રહ્યો છે. દેશમા વરસાદની પેટર્ન પ્રમાણે જુન માસ અડધો વિતી ગયો છે અને લોકો વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે પારસીઓ આ મહિનામાં હિન્દુ ધર્મમા વર્જ્ય ગણાતી તમામ વસ્તુઓના ત્યાગ કરે છે, સાથે જ પ્રકૃતિ પ્રેમી ગણાતા પારસી સમાજના યુવાનો સમયસર વરસાદ વરસે તેના માટે ધર ધર ફરીને પારંપારિક ગીતો ગાતા-ગાતા ચૌખા, દાળ, તેલ અને ધી ઉધરાવીને, સમુહમાં ખીચડી બનાવી ઘી ખીચડીનો જમણવાર કરે છે.
આંધ્રમાં ફરી 'નાયડુ રાજ', પવન કલ્યાણ ડેપ્યુટી CM, 35 કરોડનું છે ઘર, નેટવર્થ 900 કરોડ
પારસી સમાજની આ પરંપરા અંદાજીત 120 વર્ષ જૂની છે અને વારસાગત આ પરંપરા આમ જ ચાલતી રહે છે. આ પરંપરા માત્ર નવસારી ખાતે જ ઉજવવામાં આવે છે જેમાં નવસારીના પારસી સમાજના લોકો ભેગા મળી અને વરૂણ દેવને રીઝવવાના પ્રયાસો કરે છે. ત્યારે ઘી ખીચડી થકી પારસી સમાજના યુવાનો જ નહીં પણ અબાલ વૃદ્ધ તમામ એક થઈ સમાજની એકતાનો સંદેશ આપે છે.
શિંદે અને અજિત હટ્યા તો ભાજપનાં સૂપડાં સાફ, 180 સીટો પર થશે INDIAનો દબદબો
અન્ન હોય તો જ જીવન ટકી શકે તેના માટે વરસાદ વર્ષે તો જ અનાજ પાકે અને ધરતી પર માનવજીન ટકી શકે તેવા શુભ આશયથી વર્ષા રાણીને રીઝવવા માટે પારસી સમાજની વર્ષો જૂની પરંપરા આજે પણ યુવાનોએ ટકાવી રાખી છે.